Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં જુગારધામમાં રેડ :અમદાવાદના ૧૪ જબ્બે

ગાંધીનગર જિલ્લાના ભાટ પાસે આવેલી જાણીતી નારાયણી હોટલમાં જુગારધામ પર એસઓજી દ્વારા પાડવામા આવેલા દરોડા દરમિયાન અમદાવાદથી લકઝરી ભરીને હોટલમાં જુગાર રમવા પહોંચેલા સરદારનગર અને કુબેરનગરના વેપારીઓ રૂપિયા ૬૬ લાખની રોકડ રકમ ઉપરાંત ૨૩ મોબાઈલ અને ત્રણ લકઝરી સાથે ઝડપાઈ જવા પામતા સરદારનગર-કુબેરનગર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર,એસઓજીના પી.આઈ.પરેશ સોલંકી અને તેમના સ્ટાફને એવી બાતમી મળી હતી કે,કોબા હાઈવે ઉપર આવેલી નારાયણી હોટલના રૂમ નંબર-૫૦૨ અને ૫૦૩માં કેટલાક લોકો મોટાપાયે જુગાર રમી રહ્યા છે.જેના આધારે પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે દરોડો પાડીને ૧૪ જેટલા લોકોની ધરપકડ કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે તમામ આરોપીઓ અમદાવાદના સરદારનગર અને કુબેરનગરના રહેવાસી અને વેપારીઓ છે અને શનિવાર તથા રવિવારે ખાસ જુગાર રમવા માટે તેઓ દ્વારા હોટલના રૂમ બુક કરાવ્યા હતા. પકડાયેલા તમામ આરોપીઓને અડાલજ પોલીસના હવાલે કરવામા આવ્યા છે.એસઓજી દ્વારા જે સમયે કાર્યવાહી હાથ ધરવામા આવી હતી તે સમયે હોટલના રૂમમા ભાગદોડ મચી જવા પામી હતી. આ વેપારીઓ પાસેથી રૂપિયા ૬૬ લાખની રોકડ રકમ ઉપરાંત ૨૩ જેટલા મોબાઈલ ફોન તેમજ આ સાથે ત્રણ જેટલી લકઝરી બસ પણ જપ્ત કરવામા આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં અમીત અભિચંદાણી રહે, આંબાવાડી, સરદારનગર, રાજેશ ગોલાણી રહે, સત્કાર સ્ટેટસ બંગલો, સરદારનગર, ઉમેશ દેવલાણી રહે, સીટી સેન્ટર, નરોડા, ભગવાનદાસ જેઠાણી રહે, સાધુવાસવાણી બંગલો, સરદારનગર, પ્રદીપકુમાર બાલાણી રહે, વેદ બંગલો, નાના ચિલોડા, કુબેરનગર, નારણ ચૌધરી રહે,પાર્થ સોસાયટી, નાના ચિલોડા,કમલ ચંદલાણી રહે,શુકન એવન્યુ, સરદારનગર ગોવિંદ ધરવાણી રહે, સરદારગામ, કુબેરનગર, ઘનશ્યામ સાદવાણી રહે, તીર્થધામ એપાર્ટમેન્ટ, બોડકદેવ, અનિલ ખુબાણી રહે, સત્કાર સ્ટેટસ, કુબેરનગર, રાજેન્દ્ર થાવાણી રહે, સત્કારબંગલો,નાના ચિલોડા, રમેશભાઈ હરચંદાણી રહે, કર્ણાવતી રેસીડેન્સી, કુબેરનગર, વિજયભાઈ રામચંદાણી રહે, ગોપાલ પાર્ક સોસાયટી, સરદારનગર અને કિશનભાઈ ઉદાણી રહે, સરદારનગરનો સમાવેશ થાય છે.

Related posts

जापान के प्रधानमंत्री श्री शिंजो आबे की पत्नी श्रीमती अकि आबे का अंधजन मंडल में दिव्यांग भाइयों द्वारा बैंड की सुरावलियों से स्वागत किया गया

aapnugujarat

વિજાપુરના હિરપુરા ખાતે ચેક ડેમ બેરેજનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાત મુહૂર્ત

editor

પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે પ્રવિણા ડી.કે એ પદભાર સંભાળ્યો

editor

Leave a Comment

UA-96247877-1