Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મમતા બેનરજીની ઉદ્વવ ઠાકરે સાથે મુલાકાત

જૂની કહેવત છે કે રાજકારણમાં કોઈ કાયમી મિત્રો કે કોઈ કાયમી દુશ્મન હોતા નથી. રાજકારણમાં નેતાઓની દોસ્તી માત્ર તેમના કાયમી હિતો સાથે જ હોય છે. મુંબઈમાં ટીએમસીના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે સાથે મુલાકાત કરી છે.શિવસેના ભાજપની સૌથી જૂની સાથીદાર છે. શિવસેના ભાજપ સાથે કેન્દ્ર અને મહારાષ્ટ્રની સરકારોમાં સામેલ છે. જો કે શિવસેના મહારાષ્ટ્રમાં ભાજપ સાથેના ગઠબંધનમાં હવે જૂનિયર પાર્ટનર છે. શિવસેના અને ભાજપ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણને લઈને ખાસી ખેંચતાણનો માહોલ છે. જેને કારણે હવે શિવસેના પણ એનડીએ સિવાયના પક્ષો સાથે પણ રાજકીય સંબંધો પ્રસ્થાપિત કરવાની કોશિશ કરતી હોવાનું માનવામાં આવે છે. મમતા બેનરજી મંગળવારથી મુંબઈમાં છે. તેમણે દક્ષિણ મુંબઈની હોટલમાં ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સાથે મુલાકાત કરી છે. જો કે બંને પક્ષો તરફથી આ મુલાકાત મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. મમતા બેનરજી અને શિવસેના બંને દ્વારા નોટબંધી અને જીએસટી સહીતના મામલે મોદી સરકારનો આકરો વિરોધ કરવામાં આવ્યો છે.મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના સામેના પાર્ટીના અત્યાર સુધીના વલણથી અલગ ટીપ્પણી કરીને તેમના વખાણ કર્યા હતા.

Related posts

અમિત શાહ રવિવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે

editor

पूर्व पीएम राजीव गांधी की हत्या मामला: सुप्रीम कोर्ट ने दोषी पेरारिवलन की बढ़ाई पैरोल

editor

ત્રાસવાદી અબુ દુજાના એન્કાઉન્ટરમાં ઠાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1