Aapnu Gujarat
ગુજરાત

ભાજપ મીડિયા સેન્ટરમાં બબાલ બાદ કાર્યકર્તા હેમંત તિવારીનું રાજીનામું

ચૂંટણી નજીક આવે છે આવા સમયે પક્ષાંતર ચાલતું હોય છે, પરંતુ અપક્ષ પલટો કર્યા બાદ હાલત કેવી થઇ જતી હોય છે તેનું ઉદાહરણ પૂરું પાડતો એક કિસ્સો ગઈકાલે ભાજપના મીડિયા સેન્ટર ખાતે બન્યો હતો. મીડિયા વિભાગમાં કાર્યકર તરીકે રહેલા હેમંત તિવારીને બોર્ડ રૂમમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે.ચૂંટણી નજીક આવતી હોય છે આવા સમયે એક પક્ષમાંથી બીજા પક્ષમાં પલટી મરવાની પ્રકિયામાં અચાનક જ વેગ આવી જતો હોય છે.
હેમંત તિવારીને મીડિયા સેન્ટરના બોર્ડ રૂમમાં કાર્યકર્તા હોવા છતાં પ્રવેશ નહી મળતા વિવાદ સર્જાયો હતો. હેમંત તિવારીનો આક્ષેપ છે કે તે ૧૦ વર્ષ અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા અને ત્યારથી જ મીડિયા વિભાગમાં કાર્યકર તરીકે ફરજ બજાવે છે. પરંતુ તેમ છતાં તેની સાથે અણછાજતું વર્તન કરવામાં આવી રહ્યું છે. હેમંત તિવારીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે હર્ષદ પટેલ દ્વારા તેની સાથે અવારનવાર ઉદ્ધત વર્તન કરી તેની અવગણના કરવામાં આવી રહી છે. આ અંગે જ્યારે હર્ષદ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેણે મીડિયાથી દૂર રહેવા પ્રયાસ કર્યો હતો.બીજી તરફ હેમંત પટેલને બીજેપી પાર્ટી દ્વારા અવારનવાર કાર્યક્રમ દરમિયાન જે પાસ ઈશ્યુ કરવામાં આવ્યા હોય તે રજૂ કર્યા હતા અને પોતે મીડિયા સેલમાં જ હતા અને તેણે હવે મીડિયા વિભાગથી રાજીનામું આપી દીધું હોવાનું જણાવ્યું છે, સાથે જ ભાજપમાં જે પણ કોંગ્રેસમાંથી આવેલા છે તેને સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા છે. હાલમાં આ અંગે બીજેપી મીડિયા સેલના કન્વિનર પર આરોપ લાગ્યો પરંતુ તે આ મામલે માગનું નામ મારી પાડવા તૈયાર નથી. આવા સમયે પક્ષ પલટો કરી બીજા પક્ષમાં જોડતા રાજકારણીઓએ આ કિસ્સો ચેતવા જેવો છે. આવા અનેક કિસ્સા છે જેમાં શંકરસિંહ વાઘેલા, ગિરીશ પરમાર સહિતના અનેક રાજકીય આગેવાનો છે જેને પક્ષપલટો કર્યા બાદ પસ્તાવાનો વારો આવ્યો હોય.

Related posts

મેડિક્લેમ માટે હોસ્પિટલમાં 24 કલાક એડમિટ રહેવું જરૂરી નથી : ગ્રાહક સુરક્ષા કોર્ટ

aapnugujarat

ઝુંપડપટ્ટીની આગ બુઝાવવા લાખ્ખો લિટર પાણી વપરાયું

aapnugujarat

આજની સ્થિતિમાં મોદી જેવા સાહસી લીડરની જરૂર છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1