Aapnu Gujarat
ગુજરાત

મેડિક્લેમ માટે હોસ્પિટલમાં 24 કલાક એડમિટ રહેવું જરૂરી નથી : ગ્રાહક સુરક્ષા કોર્ટ

મેડિક્લેમ લેવા જાઓ ત્યારે કંપનીઓ ઘણા બધા લાભો બતાવી ગ્રાહકને આકર્ષતી હોય છે, પરંતુ જ્યારે મેડિક્લેમ પાસ કરાવવા જાઓ ત્યારે ગળે ન ઉતરે તેવા બહાનાઓ બતાવી મેડિક્લેમના દાવા ફગાવી દેતી હોય છે. જો દર્દી 24 કલાક માટે હોસ્પિટલમાં એડમિટ ન રહ્યો હોય તો તેનો મેડિક્લેમ પાસ કરાતો નથી, જેથી ઘણા કિસ્સામાં જરૂર ન હોવા છતાં મેડિક્લેમ પાસ કરાવવા માટે થઈને દર્દીએ ઓછામાં ઓછા 24 કલાક હોસ્પિટલમાં એડમિટ થવું પડે છે. જોકે, વડોદરાની ગ્રાહક સુરક્ષા કોર્ટે આવા જ એક કેસમાં મહત્વનો ચૂકાદો આપતા કહ્યું કે, દર્દી એક દિવસ માટે હોસ્પિટલમાં એડમિટ થયો હોય તો જ મેડિક્લેમ મંજૂર કરવો તેવો નિયમ ગેરકાયદે હોવાનો જણાવ્યું છે. કોર્ટે ચુકાદામાં કહ્યું કે, આધુનિક યુગમાં જ્યારે નવી સારવાર પદ્ધતિ અને મેડિસીન ઉપલબ્ધ છે, ત્યારે દર્દીને ઓછા સમયમાં સારવાર આપી શકાય છે અને હોસ્પિટલમાં એડમિટ થયા વિના પણ સારવાર આપી શકાય છે. એવા સંજોગોમાં એક દિવસ માટે હોસ્પિટલમાં એડમિટ થયા હોય તો જ મેડિક્લેમ મંજૂર કરવાની શરત યોગ્ય નથી.
વડોદરનાના એક ગોત્રી વિસ્તારમાં રહેતા રમેશચંદ્ર જોષીના પત્ની છ વર્ષ પહેલા બીમાર થતા અમદાવાદની એક હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જ્યાં સારવાર અપાયા બાદ તેને બીજા દિવસે રજા આપી દેવામાં આવી હતી. આ સારવારનો 44,486 રૂપિયા ખર્ચ થયો હતો. રમેશભાઈએ નેશનલ ઈન્શ્યોરન્સ કંપનીમાં મેડિક્લેમ માટે અરજી કરી હતી. જોકે, કંપનીએ એમ કહીને ક્લેમ ફગાવી દીધો હતો કે, દર્દી 24 કલાક કરતા ઓછો સમય હોસ્પિટલમાં એડમિટ હોય તો જ ક્લેમ મળવા પાત્ર છે. જેની સામે રમેશચંદ્રએ વર્ષ 2017માં વડોદરાની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી હતી.

રમેશચંદ્રનું કહેવું હતું કે, પત્નીની સારવાર ઓછા સમયમાં પૂરી થઈ ગઈ હોવાથી 24 કલાક હોસ્પિટલમાં રહેવું જરૂરી નહોતું. ગ્રાહક સુરક્ષા કોર્ટે ક્હયું કે, આધુનિક યુગમાં જ્યારે નવી સારવાર પદ્ધતિ અને મેડિસીન આવી ગઈ છે, તો દર્દીને ઓછા સમયમાં સારવાર આપી શકાય છે. તેમજ હોસ્પિટલમાં એડમિટ કર્યા વિના પણ સારવાર આપી શકાય છે. કોર્ટે કહ્યું કે, સારવાર ઓછા સમયમાં પૂરી થઈ હોવાથી 24 કલાક હોસ્પટિલમાં રહેવું જરૂરી નહોંતુ. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, જરૂરી નથી કે, દર્દી 24 કલાક કે તેથી વધુ સમય હોસ્પિટલમાં એડમિટ થયો હોય તો જ મેડિક્લેમનો હકદાર છે. દર્દીને હોસ્પિટલમાં કેટલો સમય એડમિટ રાખવા તે ડોક્ટરનો વિષય છે, નહીં કે વીમા કંપનીઓનો. એટલે, વીમા કંપનીઓ દર્દીએ 24 કલાક હોસ્પિટલમાં એડમિટ રહેવું પડે તેવો દુરાગ્રહ રાખી શકે નહીં. કોર્ટે ક્લેમના 44,468 રૂપિયા 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવાની સાથે જ ફરિયાદીને પડેલી માનસિક તકલીફના બદલામાં 3 હજારૂ રૂપિયા અને કાયદાકીય ખર્ચના 2,000 રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો છે.

Related posts

જન્માષ્ટમી પ્રસંગે શહેરભરમાં શોભાયાત્રા-ધર્મસંમેલન

aapnugujarat

સુરતમાં પ્રેમીએ પ્રેમિકાની કરી હત્યા

aapnugujarat

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સાંગણપુરથી સેવા સેતુ કાર્યક્રમનો આરંભ કરાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1