Aapnu Gujarat
બિઝનેસ

નીરવ મોદીની કંપનીના બેન્ક ખાતામાં માત્ર 236 રૂપિયા

ભારતીય બેન્કોની સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદી કેસમાં નવો વળાંક આવ્યો છે. નીરવ મોદીની કંપનીઓના બેન્ક ખાતા સિઝ કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં રહેલી રકમ વિશે કોર્ટ કેસ ચાલે છે. નીરવ મોદીની કંપની ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રા. લિ.ના બેન્ક ખાતામાં માત્ર 236 રૂપિયા છે.
કોટક મહિન્દ્રા બેન્કે (Kotak Mahindra Bank) આવક વેરાની બાકી નીકળતી રકમ પેટે આ ખાતામાંથી 2.46 કરોડ રૂપિયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ટ્રાન્સફર કર્યા છે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ મહારાષ્ટ્રે કુલ બાકી નીકળતી રકમનો આંશિક હિસ્સો ટ્રાન્સફર કર્યો છે. તેથી કંપની માટે લિક્વિડેટર તરીકે નિયુક્ત કરાયેલા અધિકારી નાણા રિલિઝ કરાવવા માટે સ્પેશિયલ કોર્ટમાં ગયા છે. ઓગસ્ટ 2021માં ફ્યુજિટિવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ હેઠળ કોર્ટે લિક્વિડેટર મારફત પંજાબ નેશનલ બેન્કને રકમ રિલિઝ કરવાનો આદેશ આપ્યો હતો.

લિક્વિડેટરની અરજીના જવાબમાં ગયા અઠવાડિયા સ્પેશિયલ કોર્ટે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ મહારાષ્ટ્રને અગાઉના ઓર્ડરનું ત્રણ મહિનાની અંદર પાલન કરવા અને લિક્વિડેટરના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવા માટે આદેશ આપ્યો હતો. કોર્ટના ઓર્ડરમાં જણાવાયું હતું કે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ મહારાષ્ટ્રએ પોતાની મરજી પ્રમાણે વર્તન કર્યું હતું અને કોર્ટના આદેશોનું પાલન કર્યું ન હતું.

આ કેસમાં લિક્વિડેટરે જણાવ્યું હતું કે તેણે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાને કંપનીના ખાતામાં રહેલી રકમ ટ્રાન્સફર કરવા માટે સૂચના આપી હતી. બેન્કે આ ઈમેઈલનો પ્રતિભાવ આપ્યો ન હતો. આ કેસમાં દલીલો દરમિયાન એવું જાણવા મળ્યું કે બેન્કે લિક્વિડેટરના એકાઉન્ટમાં માત્રર 17 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પરંતુ બાકીની રકમ ટ્રાન્સફર કરી ન હતી. એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે બેલેન્સ રકમ એ બેન્કની એક્સક્લુઝિવ સિક્યોરિટી ન હતી અને તે રકમ લિક્વિડેટરને ટ્રાન્સફર કરવાની હતી.

51 વર્ષના નીરવ મોદી પર આરોપો છે કે તેણે ભારતમાં જુદી જુદી બેન્કો સાથે કુલ 13,000 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. હાલમાં તે યુકેની જેલમાં છે અને તેને ભારત પરત લાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. પ્રત્યાર્પણના કેસમાં નીરવ મોદી હારી ચુક્યો છે પરંતુ તેને હજુ ભારત લાવવામાં સફળતા નથી મળી. નીરવ મોદીએ બ્રિટનમાં શરણ લેવા માટે અરજી કરી હોય તેવી શક્યતા છે.

Related posts

GST રેટમાં ફેરફાર કરતાં પૂર્વે વેપારી સાથે મંત્રણા કરવા કેટની માંગ

aapnugujarat

ઇન્કમ સપોર્ટ સ્કીમથી ૧.૫ ટ્રિલિયનનો બોજ પડશે

aapnugujarat

બિટકોઈનના ભાવ ઉછળી ૪૯ હજાર ડોલર નજીક

editor

Leave a Comment

UA-96247877-1