Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારત સામે રાસાયણિક હુમલો કરવાની પાકિસ્તાનની તૈયારી

એક ખાનગી સમાચાર ચેનલે દાવો કર્યો છે કે, પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઇએસઆઇના પ્રમુખ લેફ્ટનેન્ટ જનરલ નાવેદ મુખ્તાર અને પાકિસ્તાની સેનાના પ્રતિનિધિએ ગત મહિને આતંકવાદીઓ સાથે મુલાકાત કરી હતી.
સૂત્રોનું માનીએ તો આ મુલાકાતમાં ભારત સાથે જૈવિક યુદ્ધ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.ખાનગી સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ૯ ઓક્ટોબરે પાકિસ્તાનના કબજાવાળા કશ્મીરમાં બાગ જિલ્લામાં આ મુલાકાત કરવામાં આવી હતી. નાવેદ મુખ્તાર સાથે મુલાકાત કરનારાઓમાં હિજબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનો સમાવેશ થતો હતો. ખાનગી ટીવી ચેનલે જણાવ્યું છે કે, આ બેઠકમાં નાવેદ મુખ્તાર ઉપરાંત આઇએસઆઇના અન્ય ત્રણ અધિકારીઓ બ્રિગેડિયર હાફીઝ અહેમદ, લેફ્ટનેન્ટ કર્નલ જાવેદ અહેમદ અને મેજર ઝફર અલીનો સમાવેશ થતો હતો. આ બેઠકમાં પાકિસ્તાની સેના તરફથી કેપ્ટન મન્સૂર અલીએ ભાગ લીધો હતો.  આ બેઠકમાં હિજબુલનો આતંકી જુડ્ડાખાન અને જૈશ-એ-મોહમ્મદનો આતંકી જાવેદ અખ્તર પણ હાજર રહ્યો હતો. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં આઇએસઆઇ પ્રમુખે ભારત સાથે રાસાયણિક યુદ્ધ માટે ચીનમાં તાલિમ લીધેલા પાકિસ્તાની ઓફિસર્સને ભારત-પાક. સરહદે તહેનાત કરવાની શક્યતાઓ પર ચર્ચા કરી હતી. આ અંગે સમાચાર ચેનલે દાવો કર્યો છે કે, ૨૦ પાકિસ્તાની અધિકારીઓ ચીનમાં રાસાયણિક યુદ્ધની તાલીમ લઈ રહ્યા છે. જેથી ભવિષ્યમાં તેમનો ઉપયોગ ભારત સામે કરી શકાય.

Related posts

पाक सुरक्षा बलों ने पूर्व पीएम गिलानी के बेटे के अपहरण में 2 आतंकियों को किया ढेर

aapnugujarat

US मोटरसाइकिलों पर भारत लगाता है 100% टैक्स, हम ‘बेवकूफ’ नही हैं : ट्रंप

aapnugujarat

दो महीने से लापता अलीबाबा के मालिक जैक मा एक वीडियो कॉन्फ्रेंस में आए नजर

editor

Leave a Comment

UA-96247877-1