Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રાસવાદી અબુ દુજાના એન્કાઉન્ટરમાં ઠાર

જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સુરક્ષા દળોની સાથે ભીષણ અથડામણમાં ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબાનો ખતરનાક ત્રાસવાદી અને લીડર તરીકેની ભૂમિકામાં રહેલો અબુ દુજાના ઠાર થયો હતો. તેની સાથે અન્ય કેટલાક ત્રાસવાદીઓ પણ માર્યા ગયા હોવાની વિગત સાંપડી છે. જો કે તેમના સંબંધમાં હજુ સુધી માહિતી જાહેર કરવામા ંઆવી નથી. સુરક્ષા દળો સાથેની અથડામણમાં દુજાના સાથે તોયબાનો અન્ય કુખ્યાત ત્રાસવાદી આરિફ લિલહારી તેમજ અન્ય બે ત્રાસવાદીઓ ફુંકાયા છે. જો કે તેમના મોતના સંબંધમાં હજુ માહિતી આપવામાં આવી નથી. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળાનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પુલવામાંના હાકરીપોરા ગામમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ છુપાયેલા છે તેવી પાકી માહિતી મળી ગયા મોટુ ઓપરેશન હાથ ધરવામા ંઆવ્યુ હતુ. સમગ્ર વિસ્તારમાં પહોંચીને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લઇને ઓપરેશન હાથ ધર્યુ હતુ. એ જ દરમિયાન ફસાઇ ગયેલા ત્રાસવાદીઓએ સુરક્ષા દળો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેના પરિણામસ્વરૂપે સુરક્ષા દળોને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. જવાબી કાર્યવાહી કરવામાં આવતા દુજાના અને અન્ય ત્રાસવાદીઓ ઠાર થયા હતા. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યુ છે. દુજાના અને તેના આ સીથીઓ જમ્મુ કાશ્મીરામાં અનેક હુમલામાં સામેલ રહ્યા હતા. દુજાના ઉર્ફે હાફિઝ તોયબાના ડિવીઝનલ કમાન્ડર તરીકે કામ કરી રહ્યો હતો. તે ઉત્તરીય પાકિસ્તાનનો હતો. લશ્કરે તોયબા, જેશે મોહમ્મદ અને હિઝબુલના ત્રાસવાદીઓની સુરક્ષા દળો દ્વારા બનાવવામાં આવેલી યાદીમાં દુજાના ટોપ પર હતો. તે અનેક હુમલામાં સીધી રીતે સામેલ હતો. મે મહિનામાં આ જ જગ્યાએ દુજાના ફસાઇ ગયો હતો પરંતુ એ વખતે તે બચી જવામાં સફળ રહ્યો હતો. જો કે આજે સવારે સુરક્ષા દળોના હાથ તે બચી શક્યો ન હતો. તે અગાઉ સ્થાનિક લોકોની મદદથી ભાગી ગયો હતો. એ વખતે બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઓપરેશન હાથ ધરતા સ્થાનિક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી તે ફરાર થવામાં સફળ રહ્યો હતો. પાંચ વખત દુજાના ફરાર થઇ ગયો હતો. જે કો છટ્ઠી વખત સુરક્ષા દળોને સફળતા મળી હતી. સુર૭ા દળોએ ઓપરેશન હન્ટ ડાઉનના ભાગરૂપે હાલમાં જોરદાર કાર્યવાહી હાથ ધરી છે. ત્રાસવાદીઓની યાદીના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વર્ષે જુલાઇમાં સુરક્ષા દળોએ ૧૦૨ ત્રાસવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાંં જ રવિવારે પણ સવારે થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એન્કાઉન્ટર પુલવામાંના તહાબ વિસ્તારમાં થતા સનસનાટી મચી ગઇ હતી. છેલ્લા કેટલાક મહિનામાં કાશ્મીરમાં ઘુસણખોરી અને અથડામણની ઘટનામાં ઝડપથી વધારો થયો છે. પોલીસ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ વર્ષે ૨૦મી જુલાઈ સુધી ૧૦૭ ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યાછે. છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે ૧૨મી જુલાઈ સુધી ૧૦૭ ત્રાસવાદીઓને ઠાર કર્યા છે. ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીની અવધિમાં સૌથી વધુ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ લશ્કરે તોઇબા અને જૈશે મોહમ્મદ તેમજ હિઝબુલની સાથે જોડાયેલા કેટલાક ત્રાસવાદીઓની યાદી તૈયાર કરી લીધી છે. જૂન મહિનામાં સેનાએ જમ્મુ કાશ્મીરમાં ૧૨ ત્રાસવાદીઓની હિટલિસ્ટ જારી કરી હતી. સુરક્ષા દળોએ આ ત્રાસવાદીઓની સામે જોરદાર ઓપરેશન હાથધર્યું છે જેના ભાગરુપે આજે વધુ દુજાના સહિતના અન્ય ત્રાસવાદીઓ ફૂંકાયા હતા. આ ત્રાસવાદીઓમા નામ અને ફોટા જારી કરવામાં આવ્યા છે. આ ત્રાસવાદીઓ કયા વિસ્તારમાં સક્રિય છે તેની યાદી પણ જારી કરવામાં આવી હતી. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં રાજ્ય પોલીસે હાલમાં ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુઝાહીદ્દીનના મોટા ભરતી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રેકેટને ચલાવવામાં મુખ્ય ભૂમિકા હિઝબુલના ત્રાસવાદી લીડર અને કમાન્ડર પરવેઝ વાનીની હતી. કુપવારા જિલ્લાના હેન્ડવારા વિસ્તારનો આ કુખ્યાત ત્રાસવાદી છેલ્લા કેટલાક સમયથી ભરતી રેકેટ ચલાવી રહ્યો હોવાની વિગત સપાટી પર આવી રહી છે. પોલીસે કહ્યુ છે કે બાતમી મળ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ભરતી રેકેટમાં ફસાઇ જનાર યુવાનોને ત્રાસવાદી કેમ્પમાં ટ્રેનિંગ માટે મોકલી દેવામાં આવતા હતા. ત્રાસવાદીઓ સામે હજુ સુરક્ષા દળોની કાર્યવાહી વધારે તીવ્ર બને તેવી શક્યતા છે. એક પછી એક મોટા અને ખતરનાક ત્રાસવાદીઓને હવે ઠાર કરવામાં આવી રહ્યા છે. આ ત્રાસવાદીઓ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવી રહ્યા હતા. દુજાના ફુકાઇ ગયા બાદ સુરક્ષા દળો પર અનેક હુમલામાં સામેલ રહેલા લશ્કરે તોયબાને મોટો ફટકો પડ્યો છે. સુરક્ષા દળોએ સવારમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. સાવધાનીપૂર્વકના આ ઓપરેશનમાં સુરક્ષા દળોના પક્ષો કોઇ ખુવારી થઇ ન હતી. કટ્ટરપંથી લીડરો અને સ્થાનિક લોકો કેટલાક અંશે ત્રાસવાદીઓને સમર્થન આપી રહ્યા છે જેથી તેમની યોજના હાલમાં સફળ પણ રહી છે. હજુ કાશ્મીરમાં અનેક ત્રાસવાદીઓ છુપાયા હોવાના હેવાલ આવી ચુક્યા છે.

Related posts

હેરોઈન કરતા સારુ હોય છે અફીણ : સિદ્ધુ

aapnugujarat

सेंसेक्स 418.38 अंक और निफ्टी 134.75 अंक की गिरावट के साथ हुआ बंध

aapnugujarat

रायबरेली में आकाशीय बिजली गिरने से दो की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1