Aapnu Gujarat
Uncategorized

અમદાવાદની એલ.જી.હોસ્પિટલનાં તબીબોએ યુવકનાં ગળામાં ફસાયેલું ગ્રાઈન્ડર મશીન કાઢી જીવ બચાવ્યો

શહેરની એલ.જી.હોસ્પિટલમાં એક યુવકના ગળામાં અકસ્માતે ફસાયેલા ગ્રાઇન્ડર મશીનનું સફળ ઓપરેશન કરી તેનો જીવ બચાવી લેવાયો હતો. ગળામાં અકસ્માતે ગ્રાઇન્ડર મશીન ફસાઇ ગયું હોય તેવો વિચિત્ર કેસ એલ.જી.હોસ્પિટલમાં અત્યારસુધીમાં સૌપ્રથમવાર આવ્યો હતો. લોહીની શિરાઓ કે જે ગળામાંથી મગજ તરફ જતી હોઇ યુવકનું ઓપરેશન ઘણું અઘરૂં અને જટિલ હતું તેમછતાં એલ.જી.ના મેડિકલ સુપ્રિટેન્ડન્ડ ડો.રાજેશ સી.શાહ અને ઇએનટી વિભાગના ડો.અતુલ કંસારા અને ડો.હિરેનભાઇ દોશીની ટીમ દ્વારા બે કલાકથી વધુ સમય સુધી લાંબા ચાલેલા ભારે ઓપરેશન બાદ આખરે યુવકનો જીવ બચાવી લેવાયો હતો.

એલ.જી.હોસ્પિટલના ઇતિહાસમાં સૌપ્રથમવાર આવેલા આ વિચિત્ર કેસ અંગે સુપ્રિટેન્ડન્ટ અને પ્રોફેસર ઓફ સર્જરી ડો.રાજેશભાઇ શાહે જણાવ્યું હતું કે, મૂળ લખનૌનો રહેવાસી ૧૯ વર્ષીય લાલુ અમૃતલાલ રાજપુર ત્રણેક મહિના પહેલાં અમદાવાદમાં રોજી રોટી રળવા આવ્યો હતો. તેણે પ્લમ્બર તરીકેનું કામ ચાલુ કર્યું હતું. દરમ્યાન તાજેતરમાં તે સીટીએમ ખાતે ગાયત્રી મંદિરમાં દિવાલમાં પાઇપલાઇનનું કામ કરતો હતો એ વખતે દિવાલમાં જરી પાડવાના કામમાં વપરાતું ગ્રાઇન્ડર મશીન તેના હાથમાંથી અચાનક છટકીને સીધુ જ ગળામાં વાગ્યું હતું અને ગળામાં જ ફસાઇ ગયું હતું. આ દર્દીને પથ્થર/ ટાઇલ્સ કાપવાનું ગ્રાઇન્ડર ગળામાં ફસાયેલી લોહીલુહાણ હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ઇએનટી(કાન-નાક-ગળા) વિભાગના ડો.અતુલ કંસારા, ડો.હિરેનભાઇ દોશીની નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા બહુ અઘરું કહી શકાય એવું બે કલાકથી વધુ સમય સુધી ચાલેલા સફળ ઓપરેશન બાદ તેના ગળામાંથી ગ્રાઇન્ડર મશીન કાઢવામાં આવ્યું હતું અને આખરે યુવકનો જીવ બચાવી લેવાયો હતો. એલ.જી.હોસ્પિટલના ઇતિહાસમાં આવો પહેલો કેસ આવ્યો છે.

Related posts

मोरबी में दर्दनाक हादसा, दो सगे भाईयों के साथ चार लोगों की मौत

editor

ધ્રોલ નગરપાલીની પેટા ચુંટણી-૨૦૧૭ માન્ય રીતે દરખાસ્ત કરવામાં આવેલ હોય તેવા ઉમેદવારની યાદી

aapnugujarat

कश्मीर से पहले चीन में रहने वाले मुस्लिमों की चिंता करें पाक : US

aapnugujarat

Leave a Comment

UA-96247877-1