Aapnu Gujarat
રાષ્ટ્રીય

દુજાના ખૂંખાર હોવાની સાથે મોટા અય્યાશ હતો

સેનાની મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની લિસ્ટમાં સામેલ રહેલા લશ્કરે તોઇબાના કમાન્ડર અબુ દુજાની પોતાની પત્નિને મળવા માટે ગામમાં પહોંચ્યો હતો. અગાઉ અનેક વખત બચી ગયા બાદ આ વખતે તેને ચારેબાજુથી જોરદારરીતે ઘેરી લેવામાં આવ્યો હતો. દુજાના ખુંખાર ત્રાસવાદીની સાથે સાથે મોટા અય્યાશ તરીકે હતો અને વિસ્તારની યુવતીઓ માટે ખતરો બની ચુક્યો હતો. ગયા વખતે એન્કાઉન્ટર દરમિયાન તે આઈફોન ઘટનાસ્થળે છોડીને ભાગી ગયો હતો. આ આઇફોન મારફતે પણ સુરક્ષા દળોને તેની મુવમેન્ટ અંગે માહિતી મળી રહી હતી. સુરક્ષા દળો આના મારફતે દુજાનાની ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા. આજે સવારે પુલવામા જિલ્લામાં હકડીપોરા ગામમાં તેને ઘેરી લેવામાં આવ્યો હતો. તે પોતાની પત્નિને મળવા માટે ગામમાં આવ્યો હતો. સુરક્ષા દળોને માહિતી મળ્યા બાદ જાળ બિછાવવામાં આવી હતી. પોલીસ અને સુરક્ષા જવાનો સાદા વસ્ત્રોમાં પહોંચ્યા હતા. બે કલાક બાદ વધારાના સુરક્ષા જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ જમ્મુ કાશ્મીર પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના નેતૃત્વમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસને સેનાની ૧૮૨ બટાલિયન, ૧૮૩ બટાલિયન, ૫૫ રાષ્ટ્રીય રાઇફલ, સીઆરપીએફની મદદ મળી હતી. વહેલી પરોઢે ૪.૩૦ વાગે ઓપરેશનની શરૂઆત થઇ હતી. સર્ચ ઓપરેશનમાં જાણવા મળ્યું હતું કે, બે ત્રાસવાદીઓ એક રુમની અંદર છુપાયેલા છે. તેમને બહાર કાઢવામાં પહેલા બનતા તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. જ્યારે કોઇ રસ્તો ન મળ્યો ત્યારે ઇમારતને ઉડાવી દેવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર પોલીસે પણ આ ખૂંખાર ત્રાસવાદીના મોતના અહેવાલને સમર્થન આપી દીધું છે. દુજાના લશ્કરના એ પ્લસ કેટેગરીના ત્રાસવાદી તરીકે હતો. સૌથી ખૂંખાર ત્રાસવાદીને આ કેટેગરી આપવામાં આવે છે. તેના ઉપર ૧૦ લાખ રૂપિયાનું ઇનામ હતું. દુજાના જમ્મુ કાશ્મીરમાં અય્યાશી કરતો હતો. તે કોઇના પણ ઘરમાં ઘુસી જતો. એક રીતે તે સમગ્ર વિસ્તારમાં યુવતીઓ માટે ખતરનાક બની ગયો હતો. તે વધારે હુમલામાં સામેલ ન હતો પરંતુ અય્યાશીમાં વધારે સક્રિય હતો. દુજાનાને પકડી પાડવા માટે સેના તરફથી છેલ્લા કેટલાક દિવસથી અનેક ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા પરંતુ સ્થાનિક લોકોની મદદથી તે ફરાર થઇ જવામાં તે સફળ સાબિત થઇ જતો હતો. ત્રાસવાદીઓના સમર્થનમાં પથ્થરબાજી અને અન્ય અડચણોના કારણે ઓપરેશન સફળ સાબિત થયા ન હતા.

Related posts

११ जून से आंदोलन कर सकते हैं छत्तीसगढ़ के किसान

aapnugujarat

मनी लॉन्ड्रिंग केस: वाड्रा ने उनके खिलाफ कोई दंडात्मक कार्यवाही नहीं करने की अर्जी ली वापस

aapnugujarat

ભારતને ઓક્ટો. -ડિસે.માં એસ-૪૦૦ મિસાઈલનો પહેલો જથ્થો મળશે

editor

Leave a Comment

UA-96247877-1