Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગિલાનીનો વિશ્વાસુ દેવિન્દર બહલ પાક.ને ગુપ્ત માહિતી આપે છે : એનઆઈએ

રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઇએ) દ્વારા ચોંકાવનારો ધડાકો કરવામાં આવ્યો છે કે અલગતાવાદી લીડર સૈયદ અલી શાહ ગિલાનીનો નજીકનો સાથી દેવિન્દરસિંહ બહલ પાકિસ્તાનને ગુપ્ત અને સંવેદનશીલ માહિતી આપી રહ્યો હતો, તે પાકિસ્તાની હાઇ કમિશનના સંપર્કમાં હતો. બહલે ભારતીય સૈનિકોના મુવમેન્ટ જેવી ગુપ્ત માહિતી પાકિસ્તાની એજન્સી આઇએસઆઇને પુરી પાડી હતી. એનઆઇએ દ્વારા ટેરર ફંડિંગના મામલે રવિવારના દિવસે દેવિન્દરસિંહ બહલના આવાસ પર દરોડા પાડ્યા હતા. એનઆઇએના એક વરિષ્ઠ અધિકારીએ વિગત આપતા કહ્યુ છે ક અમને શંકા છે કે પાકિસ્તાની હાઇ કમીશનના લોકો સાથે સંપર્કમાં રહેનારપ બહલે આઇએસઆઇના જાસુસોને ગુપ્ત માહિતી પુરી પાડી હતી. રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં મુકવાનુ કામ બહલ દ્વારા કરવામાં આવ્યુ છે. આ એક ગંભીર અપરાધ તરીકે છે. તેની સામે આઇપીસીની કલમ ૧૨૧ હેઠળ કેસ તૈયાર કરીને કાર્યવાહી કરવામાં આવનાર છે. એનઆઇએની પ્રાથમિક તપાસથી જાણવા મળ્યુ છે કે જમ્મુ કાશ્મીર સોશિયલ પીસ ફોરમના વડા બહલ જાહેર રીતે સ્વતંત્રતાના સમર્થનમા ંનારા લગાવ્યા હતા. એનઆઇએ દ્વારા પ્રાથમિક રીતે તપાસમાં જાણવા મળ્યુ છે કે કાશ્મીરને લઇને તેઓ નારેબાજી કરતા રહે છે. બહલ ઓછામાં ઓછા પાંચથી છ વખત પાકિસ્તાનમાં જઇ ચુક્યા છે. તપાસ સંસ્થાએ કહ્યુ છે કે બહલની પાકિસ્તાનની યાત્રાના ઉદ્ધેશ્યના સબંધમાં માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. એનઆઇએની તપાસ અને દરોડા બન્ને દરમિયાન બહલના બેંક ખાતામાં ૩૫ લાખ મળી આવ્યા છે. એનઆઇએ બહલની પાસેથી પૈસાના સોર્સના સંબંધમાં માહિતી મેળવવા પુછપરથ કરી શકે છે.

Related posts

ચોમાસુ સત્રમાં અતારાંકિત સવાલો પૂછવાની છૂટ અપાઇ

editor

હોળીમાં પોલીસકર્મીઓએ જોશમાં ગુમાવ્યો હોશ, કોન્સ્ટેબલના પ્રાઈવેટ પાર્ટમાં નાખી દીધું પેટ્રોલ

aapnugujarat

ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી રાત્રે બે વાગ્યે ફોન કરતા હતાં : અમિત શાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1