Aapnu Gujarat
બ્લોગ

ગુજરાતમાં ૨૪ ટકા પુરુષોનાં મોત હૃદય સંબંધિત બિમારીથી : સર્વે

એક અભ્યાસ મુજબ, ગુજરાતમાં ૨૪ ટકા પુરુષો અને ૧૯ ટકા મહિલાઓના મૃત્યુ હૃદય અને રકતવાહિનીઓની બિમારીના કારણે થાય છે. શ્વાસોચ્છવાસ સંબંધિત બિમારીઓ, ક્ષય રોગ અને કેન્સર ત્રણેય કરતાં વધુ લોકોના મોત હૃદયની બિમારીના કારણે થાય છે. હૃદય અને રકતવાહિનીઓ સંબંધિત બિમારીઓના નિદાનમાં સૌથી શ્રેષ્ઠ એવી બેંગ્લોર સ્થિત સ્ટાર્ટ અપ કાર્ડિઓટ્રેકે ગુજરાતમાં તેના વિસ્તરણની જાહેરાત કરી છે અને અમદાવાદ સ્થિત મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ચેઇન સ્ટાર હોસ્પિટલ સાથે ભાગીદારી કરી છે. હૃદય સંબંધિત બિમારીની વધતી ચિંતા લોકોમાંથી દૂર કરવા અને આ સમસ્યાના વાસ્તવિક અને અસરકારક ઉકેલ માટે કાર્ડઓટ્રેકે આ ભાગીદારી કરી છે એમ કાર્ડિઓટ્રેકના સહસ્થાપક અને સીઇઓ અશિમ રોય અને સ્ટાર હોસ્પિટલના ઇન્ટરનેશનલ કાર્ડિઓલોજીસ્ટ ડો. ભાવેશ ઠક્કરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં હૃદય અને રકતવાહિનીઓ સંબંધિત કેસોની ઉંચી સંખ્યા સાથે નાગરિકો અને પરિવારોના જીવન બચાવવા માટેની નિવારક પધ્ધતિની તાત્કાલિક જરૂર છે. કાર્ડિઓટ્રેક સ્ટાર હોસ્પિટલને હૃદયની સંભાળમાં સક્રિય નિવારકના માર્ગ પર આગળ લઇ જશે. આ માટે કાર્ડિઓટ્રેક બધા જ સ્ટાર હોસ્પિટલ કેન્દ્રોમાં નિયુકત કરાશે. કાર્ડિઓટ્રેક સંપૂર્ણપણે આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ડ્રિવન હોન્ડ હોલ્ડ આઇઓટી ઉપકરણ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કલીનીકલ ગ્રેડ ઇસીજી ડેટા કેપ્ચર કરશે અને સ્માર્ટ એન્ડ્રોઇડ આધારિત ડિવાઇસીસ મારફતે ડેટા પોર્ટેબિલીટીની ખાતરી કરશે. તેમણે ઉમેર્યું કે, હૃદય સંબંધિત બિમારીઓ વૈશ્વિક અને બધી જ વય જૂથમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે. યોગ્ય સમયે તબીબી સહાય મેળવી હોય તો, હૃદય સંબંધિત બિમારીઓમાં ૫૦ ટકા મૃત્યુ નિવારી શકાય છે. આ માટે વહેલા નિદાન અને નિવારક સારવાર સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. સીંગાપોરમાં મુખ્યાલય ધરાવતી કાર્ડિઓટ્રેક મ્યાંમાર, મેકિસકો, ઇન્ડોનેશીયા, તાન્ઝાનીયા, નોર્વે, કનેડા અને આર્જેન્ટિના સહિત ૧૫ દેશોમાં પોતાની હાજરી ધરાવે છે. સ્ટાર હોસ્પિટલ્સ સાથેની ભાગીદારીથી ગુજરાતના લોકોને હૃદય અને રકતવાહિની સંબંધિત બિમારીઓમાંથી નિવારણ થાય તેના મહત્તમ પ્રયાસો હાથ ધરાશે.

Related posts

મનઃ બિમારીનું પ્રવેશદ્વાર

editor

विदेश में सेटल हैं कश्मीर के 112 अलगाववादी नेताओं के 220 बच्चे, घाटी में युवकों से फेंकवाते हैं पत्थर

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1