Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ચૂંટણીને લઇ ૧.૭૯ લાખથી વધુ પોસ્ટર હટાવાયા

રાજયમાં યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય એ માટે ચૂંટણી તંત્ર સજ્જ બની ગયુ છે.ચૂંટણી સંદર્ભમાં રાજયભરમાંથી અત્યારસુધીમાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ૨૪,૨૬૮ પરવાનાવાળા હથિયારો જમા લેવામા આવ્યા છે આ સાથે જ ૨૨૭ જેટલા પરવાના રદ કરવામા આવ્યા છે.રાજયના મુખ્ય નિર્વાચન ્‌ અધિકારી બી.બી.સ્વૈને આજે એક પત્રકાર પરિષદમાં રાજયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં માહિતી આપતા કહ્યુ કે,રાજયમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજવા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે.મતદારો વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે નિર્ભય બની મુકત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામા આવી રહ્યા છે.કેન્દ્રીય ચૂંટણી તંત્ર દ્વારા રાજયની ચૂંટણીને ધ્યાનમાં લઈને ૩૪ જેટલા માસ્ટર ટ્રેનર્સની ટીમ બનાવવામા આવી છે.આ ટીમ દ્વારા રાજયના ચૂંટણી સાથે સંકળાયેલા વિવિધ સંવર્ગના ૫૦૦ થી વધુ ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓને તાલિમ આપવામા આવી છે.રાજયમાં ચૂંટણી સરળ,અસરકારક અને ઝડપી બને તે માટે ચૂંટણીતંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.તેના ભાગરૂપે મતદાર જાગૃતિ અભિયાનની સાથે મતદાનની પ્રક્રીયા પણ સરળ બને એ માટે ખાસ પ્રકારની તાલિમ આપવામા આવી રહી છે.તેમણે કહ્યુ કે,રાજયમાં ડિસેમ્બરમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે.જેના ભાગરૂપે આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.જે અંતર્ગત ચૂંટણી તંત્ર દ્વારા રાજયના તમામ ૩૩ જિલ્લાઓમાં ૩૧ ઓકટોબર સુધીમાં જાહેર મિલ્કત પરથી ૧,૬૩,૧૯૫ અને ખાનગી મિલ્કત પરથી ૧૬,૧૦૭ એમ કુલ-૧,૭૯,૮૯૬ જેટલા પોસ્ટર્સ,બેનર્સ અને દિવાલ પરના લખાણો હટાવવામા આવ્યા છે.જે પૈકી અમદાવાદ શહેર,જિલ્લામાંથી સૌથી વધુ ૫૯,૧૨૫ પોસ્ટર્સ,બેનર્સ અને દિવાલ પરના લખાણો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દુર કરવામા આવ્યા છે.ચૂંટણી પ્રક્રીયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે જે કવાયત હાથ ધરવામા આવી છે તે મુજબ,રાજયમાં હાલમા કુલ ૫૬,૪૦૬ પરવાનેદાર હથિયાર ધારકો છે.જે પૈકી રિવ્યુ કમિટીના રિવ્યુ બાદ કુલ ૨૪૨૬૮ પરવાના હથિયારો જમા કરાવવામા આવ્યા છે જયારે ૨૨૭ પરવાના રદ કરવામા આવ્યા છે.

Related posts

पुराने मित्र के साथ विवाहिता को देखने पर पति, अन्य का हमला

aapnugujarat

ભાવનગરમાં બે BBC બ્રાન્ચનુ ઉદ્ઘાટન

editor

ખોટા કેસમાં ફસાવવા ધમકી આપીને તોડ કરનાર પકડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1