Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસે રાષ્ટ્રવાદ ભાજપની પાસે શીખવાની જરૂર નથી : એહમદ પટેલ

ભરૂચની હોસ્પિટલનો પૂર્વ કર્મચારી આંતકવાદી તરીકે પકડાતાં ભાજપ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય દિગ્ગજ નેતા એહમદ પટેલ પર કરેલા ગંભીર આક્ષેપોનો આજે એહમદ પટેલે જોરદાર જવાબ આપ્યો હતો. ભાજપ પર સણસણતા ચાબખા વરસાવતાં એહમદ પટેલે જણાવ્યું હતું કે, જો વાત માત્ર હોસ્પિટલની જ હોય તો, આ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું હતું, તો તેમની સામે કેમ આક્ષેપો નથી થતાં. વળી, રાષ્ટ્રવાદ એ ભાજપ પાસેથી શીખવાની કોંગ્રેસે જરૂર નથી. કોંગ્રેસના લોહીમાં રાષ્ટ્રવાદની ભાવના કેળવાયેલી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા એહમદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે મેં ૨૦૧૫માં જ રાજીનામું આપી દીધુ હતું તો ય મારી પર ભાજપે ગંભીર આક્ષેપો કરી ગંદા રાજકારણને રંગ આપ્યો પરંતુ તો આ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે તે વખતે કર્યું હતું તો કેમ ભાજપ આ મુદ્દે મૌન સેવીને બેઠી છે. આંતકવાદી પ્રવૃત્તિઓ સાથે કોંગ્રેસ પક્ષને કોઇ લેવાદેવા નથી કારણ કે, કોંગ્રેસના લોહીમાં અને નસેનસમાં રાષ્ટ્રવાદ અને દેશપ્રેમ છે. તેથી કોંગ્રેસે ભાજપ પાસેથી રાષ્ટ્રવાદ શીખવાની કોઇ જરૂર નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે ગંદા રાજકારણ અને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાની ભાજપની નીતિની પણ એહમદ પટેલે ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે, આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જનતા ભાજપને જવાબ આપશે અને આ વખતે કોંગ્રેસ ૧૨૫ પ્લસ બેઠકો સાથે વિજયી બનશે. દરમ્યાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે પણ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોમાં ભાજપના છેલ્લા ૨૨ વર્ષના કુશાસનને લઇ ઉગ્ર આક્રોશ અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે. ગુજરાતની પ્રજામાં અંડરકરંટ પ્રવર્તી રહ્યો છે અને આ કરંટ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો આપશે અને કોંગ્રેસ ભવ્ય વિજય સાથે તેની સરકાર બનાવશે.

Related posts

કોંગ્રેસે હંમેશા ખોખલા વચન જ આપ્યા : વિજય રૂપાણીનો દાવો

aapnugujarat

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૧૭ સ્થળોએ જાહેર યોગાભ્યાસનું આયોજન

aapnugujarat

શનિ મંદિરોમાં શનિદેવના જન્મોત્સવની ઉજવણી થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1