Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અયોધ્યામાં મંદિર નિર્માણના મામલે વાતચીતનો દોર જારી : શ્રીશ્રી રવિશંકર અને શિયા વક્ફ બોર્ડની ચર્ચા

અયોધ્યા વિવાદને કોર્ટની બહાર ઉકેલવાના પ્રયાસરુપે આજે આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરે શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી સાથે વાતચીત કરી હતી. આ મામલા પર બંને વચ્ચે આશરે એક કલાક સુધી વાતચીત ચાલી હતી. વાતચીત બાદ રિઝવીએ મંદિરને વિવાદાસ્પદ ભૂમિમાં બતાવવાના પોતાના પૂર્વના નિવેદનનો બચાવ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, વિવાદને ઉકેલવા માટે વાતચીત ખુબ આગળ વધી ચુકી છે. વર્ષ ૨૦૧૮માં અયોધ્યામાં મંદિર નિર્માણનું કામ શરૂ થઇ જશે. વસીમ રિઝવીએ કહ્યું હતું કે, રામ મંદિર ફૈઝાબાદ જિલ્લાના અયોધ્યા શહેરમાં રામજન્મભૂમિ પર જ બને તે જરૂરી છે. શિયા વક્ફ બોર્ડ પણ આ મામલામાં પાર્ટી તરીકે છે. કારણ કે, બાબરી મસ્જિદ શિયા મસ્જિદ હતી. આટલા વર્ષો સુધી મૌન પાળવવાના પ્રશ્ન ઉપર રિઝવીએ કહ્યું હતું કે, અમે આટલા વર્ષો સુધી મૌન રહ્યા હતા. આનો મતલબ એ નથી કે, અમારો અધિકાર નથી. રિઝવીએ કહ્યું હતું કે, કેટલાક મુલ્લાઓને છોડીને સમુદાય વિવાદાસ્પદ સ્થળ ઉપર મંદિર સ્વીકારવા માટે સહમત છે. મુસ્લિમ સમુદાયના લોકો હિંસા ઇચ્છતા નથી. અમે એવા મૌલવીઓનો પણ ઉલ્લેખ કરી રહ્યા નથી જે હિંસાની વાત કરે છે. આવા લોકોની કાયદાકીય રીતે કોઇપણ અસ્તિત્વની બાબત નથી. સમગ્ર દેશના મુસ્લિમો હિંસા ઇચ્છતા નથી. આ વિવાદને વાતચીતથી જ ઉકેલવામાં આવે તે જરૂરી છે. રિઝવીએ કહ્યું હતું કે, શ્રીશ્રી આવી ગયા બાદ અમને આશા છે કે, આ મામલો ઉકેલાઈ જશે. આના ઉપર વાતચીત ચાલી રહી છે. સમજૂતિમાં કયા કાય મુદ્દા હોવા જોઇએ તેને લઇને પણ ચર્ચા છે. બંને સમુદાયને પોતાની હારનો અનુભવ ન થાય તે પણ આશા જરૂરી છે.
પારસ્પરિક વાતચીતથી વર્ષ ૨૦૧૮માં અયોધ્યામાં રામ મંદિર નિર્માણની પ્રક્રિયા શરૂ થઇ જશે. રામ જન્મભૂમિ ન્યાસના સભ્ય રામવિલાસ વેદાંતીએ શ્રીશ્રીના વિરોધ પર સિયા વક્ફ બોર્ડના અધ્યક્ષે પ્રશ્ન કરતા કહ્યું છે કે, તેઓ કોણ છે. વેદાંતી આ મુદ્દા ઉપર બોલનાર કોણ છે.

Related posts

पार्टियों को अपने सांसदों के लिए बनानी चाहिए आचार संहिता : उप राष्ट्रपति

aapnugujarat

રખડતી ગાયોની સંભાળની વ્યવસ્થા કરવા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો આદેશ

aapnugujarat

દેશ વિરોધી તાકાતો શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહી છે : મોહન ભાગવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1