Aapnu Gujarat
રાષ્ટ્રીય

૫૦૦ ટ્રેનોને આજથી વધુ ઝડપી દોડાવવાનો નિર્ણય : રેલવે દ્વારા નવા ટાઇમટેબલની જાહેરાત

રેલવે યાત્રીઓને વધુને વધુ સુવિધાઓ મળે તે હેતુસર રેલવે દ્વારા એક પછી એક નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. ભારતીય રેલવે દ્વારા હવે નવા ટાઇમટેબલની જાહેરાત કરી દેવામાં આવી છે જેના ભાગરુપે આવતીકાલથી ૫૦૦ લાંબા અંતરની ટ્રેનોને વધુ ઝડપથી દોડાવવામાં આવશે. ૫૦૦ જેટલી લાંબા અંતરની ટ્રેનોની ગતિ વધારવામાં આવ્યા બાદ પ્રવાસનો સમય બે કલાક સુધી ઘટી જશે. રેલવે દ્વારા આજે આ અંગેની માહિતી આપવામાં આવી હતી. રેલવેમંત્રી પીયુષ ગોયેલના આદેશ બાદ નવા આદેશ અને ટાઈમ ટેબલને જારી કરવાનો નિર્ણય કરાયો છે. લોકપ્રિય ટ્રેનોના સમયમાં આવતીકાલથી બે મિનિટથી લઇને બે કલાક સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ભોપાલ જયપુર એક્સપ્રેસ ૯૫ મિનિટ પહેલા પહોંચશે જ્યારે ગુવાહાટી-ઇન્દોર સ્પેશિયલ ૨૩૩૦ કિમીનો પ્રવાસ ૧૧૫ મિનિટ પહેલા પૂર્ણ કરશે. ગાઝિપુર-બાંદરા ટર્મિનસ એક્સપ્રેસ ૧૯૨૯ કિમીનો પ્રવાસ ૯૫ મિનિટ પહેલા પૂર્ણ કરશે. રેલવે દ્વારા સ્ટેશનો ખાતે ટ્રેનોમાં રોકાણના સમયમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. આવી જ રીતે એવા સ્ટેશનો ઉપર ટ્રેન રોકાશે નહીં જ્યાં ફુટપાથની વ્યવસ્થા નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ, ઓટોમેટિક સિંગ્નલિંગ અને નવા કોચના પરિણામ સ્વરુપે ટ્રેનોની ગતિ ૧૩૦ કિલોમીટર સુધી લઇ જવામાં આવશે. આ ટ્રેનો અપેક્ષા કરતા વધુ ઝડપથી દોડી શકશે. ઝડપી નિયંત્રણોને લઇને કામગીરી પહેલાથી જ ચાલી રહી હતી. સરકારનું કહેવું છે કે, તે આ નાંણાકીય વર્ષમાં રેલવે સુરક્ષા ઉપર ૧.૩૧ લાખ કરોડ રૂપિયાની કુલ ફાળવણી પૈકી ૫૦૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચુકી છે. સરકાર વર્ષ ૨૦૧૭-૧૮માં રેલવે સુરક્ષા માટે ૧૩૧૦૦૦ કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ કરવાની યોજના ધરાવે છે જે પૈકી ૩૧મી ઓગસ્ટ સુધી ૫૦૭૬૨ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી ચુક્યા છે. ફાઈનાન્સ સેક્રેટરી અશોક લવાસાએ આજે પત્રકારો સાથે વાતચીત કરતા આ મુજબની વાત કરી હતી. આ વર્ષે તેના બજેટમાં સરકારે ભારતીય રેલવે માટે ૧.૩૧ લાખ કરોડ રૂપિયાના તેના સ્પેશિયલ સેફ્ટી ફંડની જાહેરાત કરી હતી. લવાસાના કહેવા મુજબ નવા રેલવે ટ્રેક બિછાવવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી રહી છે. ૨૦૧૪-૧૫માં આ ગતિ ૩૮૦ કિલોમીટરની હતી જે હવે ૨૦૧૬-૧૭માં ૯૫૩ કરી દેવામાં આવી છે. માનવરહિત રેલવે ક્રોસિંગની પ્રક્રિયાને એક વર્ષની અંદર પૂર્ણ કરી લેવામાં આવશે. રેલવે મંત્રી પીયુષ ગોયેલે સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત કરી હતી કે, રેલવે સત્તાવાળાઓને એક વર્ષની અંદર માનવરહિત રેલવે ક્રોસિંગને દૂર કરી દેવા આદંશ કરવામાં આવી ચુક્યો છે.

Related posts

સિરિયા-ઇરાકમાં હજુય ૧૭ કેરળી લોકો આઈએસમાં છે : હેવાલ

aapnugujarat

वीर सावरकर पहले पीएम होते तो पाकिस्तान नहीं होता : उद्धव ठाकरे

aapnugujarat

બેન્કો ગ્રાહકની સંમતી વગર ક્રેડિટ કાર્ડ અપડેટ નહીં કરી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1