Aapnu Gujarat
ગુજરાત

મોદી બીજીએ અક્ષરધામ મંદિરની મુલાકાતે આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી અનેક વખત ગુજરાતની યાત્રાએ આવી ચુક્યા છે અને ચૂંટણી પ્રચાર કરી ચુક્યા છે. એકબાજુ રાહુલની ગુજરાત યાત્રા આવતીકાલથી શરૂ થઇ રહી છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બીજી નવેમ્બરના દિવસે પાટનગર ગાંધીનગર પહોંચી રહ્યા છે. મોદી અક્ષરધામ મંદિરની ૨૫ વર્ષની ઉજવણીના પ્રસંગે બીએપીએસ દ્વારા આયોજન કાર્યક્રમમાં ભાગ લેશે. અક્ષરધામ મંદિરની તેમની યાત્રાને ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. રાજકીયરીતે આને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. પાટીદાર સમુદાયના લીડર બીએપીએસની સાથે જોડાયેલા લોકો ખુબ મોટી સંખ્યામાં છે. પાટીદાર સમુદાયના લોકોમાં બીએપીએસના સમર્થકો ખુબ મોટા છે. પાટીદાર સમુદાય દ્વારા અગાઉ આંદોલન પણ કરવામાં આવી ચુક્યું છે. બીએપીએસ દ્વારા મોદીની યાત્રા દરમિયાન અક્ષરધામ મંદિર કેમ્પસમાં શ્રદ્ધાળુઓને એકત્રિત કરવા માટે જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોદી ભાજપની સભામાં પણ હાજરી આપશે. રાહુલ ગાંધી દ્વારા આવતીકાલથી દક્ષિણ ગુજરાતની ઝંઝાવતી યાત્રા શરૂ કરવામાં આવી રહી છે. તેઓ તેમની યાત્રા દરમિયાન ભરુચ, અંકલેશ્વર, જંબુસર, પાલનપુર, વાપી, વ્યારા, વલસાડ, પારડી, અતુલ, કોસંબા અને અન્યત્ર જગ્યા પર જનાર છે. હવે આક્રમક પ્રચારની શરૂઆત થનાર છે.

Related posts

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ લગભગ તમામ પક્ષોએ શરૂ કરી

aapnugujarat

અલ્પેશ ઠાકોરનું આખરે કોંગીમાંથી રાજીનામું

aapnugujarat

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય કેસોમાં વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1