Aapnu Gujarat
રાષ્ટ્રીય

સિરિયા-ઇરાકમાં હજુય ૧૭ કેરળી લોકો આઈએસમાં છે : હેવાલ

જુલાઇ મહિનામાં તુર્કીમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા બાદ પરત ફરેલા કેરળના નિવાસી અને આઇએસ પ્રત્યે સહાનુભુતિ ધરાવનાર શહજાન વીકે એ એવો ચોંકાવનારો ધડાકો કર્યો છે કે તેના ૧૭ સાથીઓ જાન્યુઆરી ૨૦૧૬ બાદથી આ ખતરનાક ત્રાસવાદી સંગઠનમાં સામેલ થઇ ચુક્યા છે. સિરિયા અને ઇરાકમાં ત્રાસવાદી સંગઠનમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થઇ ચુક્યા છે. સિરિયામાં પ્રવેશ કરવાના પ્રયાસમાં નિષ્ફળ રહેલા અંતે ઝડપાઇ ગયા બાદ દેશનિકાલ કરવામાં આવેલા આ શખ્સે અન્ય કેટલીક ચોંકાવનારી કબુલાત કરી છે. શહજાન અને તેના સાગરીત મિદલાજ, રશીદ અને અબ્દુલ રજાક ફરી સ્વદેશ પરત ફર્યા છે. કારણ કે તુર્કીશ સત્તાવાળાઓ દ્વારા સિરિયન સરહદ પર તેમની ધરપકડ કરી લીધી હતી. દેશ નિકાલ કરવામાં આવ્યા બાદ દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી. શહજાન હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.તેની લાંબી પુછપરછ કરવામાં આવી ચુકી છે.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ઇરાક અને સિરિયામાં રહેતા મોટા ભાગના કેરળી લોકો મલયાળી છે. ગયા વર્ષે તેમના અફઘાનિસ્તાનમાં પણ મોકલી દેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૬ બાદથી મોટી સંખ્યામાં આઇએસ પ્રત્યે સાહનુભુતિ ધરાવનાર શખ્સો સ્વદેશ પરત ફર્યા છે. કેરળના યુવાનોમાં આઇએસ પ્રત્યે ક્રેઝ હોવાની વાત પણ ખુલી ચુકી છે. તપાસ સંસ્થાઓ દ્વારા જુદા જુદા આંકડા પરથી કેટલીક બાબત ઉભરીને સપાટી પર આવી છે તે મુજબ આઇએસમાં સામેલ થયેલા ૭૦-૮૦ ભારતીય યુવાનો ઇરાક, સિરિયા અને અફઘાનિસ્તાનમાં હોઇ શકે છે. આ તમામ લોકો કેરળના હોવાની વિગત ખુલી છે. સરકારે હમેંશા દાવો કર્યો છે કે ભારતીય યુવાનો પર આઇએસના પ્રભુત્વની અસર થઇ નથી.
બીજી ઓગષ્ટના દિવસે લોકસભામાં માહિતી આપવામાં આવી હતી કે એનઆઇએ અને અન્ય જુદી જુદી રાજ્ય પોલીસ આઇએસ સાથે સંબંધ બદલ ૫૪ લોકો સામે કેસ દાખલ કર્યા છે. શહજાનની પુછપરછ બાદ જે વિગત સપાટી પર આવી છે તે ખતરનાક છે. જાણવા મળેલી માહિતી મુજબ શહજન કન્નોરમાં જન્મેલો છે તે કટ્ટરપંથી સંગઠનનો સક્રિય સભ્ય છે.

Related posts

આઇએસ સાથે સાંઠગાંઠની શંકાએ મહારાષ્ટ્રમાંથી ૯ની ધરપકડ

aapnugujarat

કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે ઝાડ પર ચઢી મોબાઈલ નેટવર્ક શોધવાનો પ્રયાસ કર્યો

aapnugujarat

J.P. Nadda likely to be new National President of BJP

aapnugujarat

Leave a Comment

UA-96247877-1