ડિજિટલ ઇન્ડિયા અને ગામોમાં વીજળી જેવી સુવિધાઓની વાતો વચ્ચે કેન્દ્રીય રાજ્યપ્રધાન અર્જુરામ મેઘવાલે તેમના સંસદીય વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક મેળવવા માટે સીડી પર ચઢવું પડ્યું.
મેઘવાલ બિકાનેર જિલ્લાથી ૧૨ કિલોમીટર દૂર ઢોલિયા ગામ ગયા હતાં. આ દરમિયાન મેઘવાલે લોકોની સમસ્યાને લઈને અધિકારીઓને ફોન લગાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેમના મોબાઇલમાં નેટવર્ક આવતું નહોતું.મોબાઇલમાં નેટવર્ક ન આવતાં પ્રધાન માટે એક સીડીની વ્યવસ્થા કરવામાં આવી, જેને ઝાડના ટેકે ગોઠવવામાં આવી. મેઘવાલ તેની પર ચઢ્યા તો મોબાઇલમાં નેટવર્ક આવી ગયું અને તેમણે અધિકારીઓ સાથે વાત કરી.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. બાદમાં મેઘવાલે ગામમાં આરઓ પ્લાન્ટ અને બીએસએનએલ તથા અન્ય નેટવર્ક ટાવર લગાવવા માટે ૧૩ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી.