Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સ્વાઇન ફ્લુના કારણે દેેશમાં ૧૦૯૦ લોકોના થયેલા મોત

દેશમાં સ્વાઇન ફ્લુના કારણે મોતનો આંકડો ચિંતાજનકરીતે વધી રહ્યો છે. માત્ર આઠ મહિનાના ગાળામા ંજ સ્વાઇન ફ્લુના કારણે મોતનો આંકડો વધીને રોકેટ ગતિએ ૧૦૯૦ સુધી પહોંચી ગયો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા ત્રણ સપ્તાહના ગાળામા ંજ વાયરલ માંદગીના કારણે ૩૪૨ લોકોના મોત થઇ ચુક્યા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા હવે આંકડા જારી કરવામાં આવ્યા છે. આંકડામાં દર્શાવવામાં આવ્યુ છે કે સ્વાઇન ફ્લુના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે સંખ્યામાં લોકોના મોત થયા છે. બન્ને રાજ્યોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં ૪૩૭ અને ગુજરાતમાં ૨૯૭ લોકોના મોત થઇ ચુક્યા છે. રાજસ્થાન, કેરળ અને દિલ્હીમાં પણ સ્વાઇન ફ્લુના કારમે મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ, દિલ્હી અને પુણેમાં સંસ્થાઓએ કહ્યુ છે કે આ વખતે સ્વાઇન ફ્લુના લક્ષણો અગાઉના વર્ષોની તુલનામાં અલગ છે. આરોગ્યને જાળવી રાખવા માટે હવે ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે તબીબો અને નિષ્ણાંતો માને છે કે સ્વાઇન ફ્લુ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વધારે ફેલાય છે. જો કે આ વખતે ઓગષ્ટ સુધી જ હજારો લોકોના મોત થઇ ચુક્યા છે. ગુજરાતભરમાં પણ સ્વાઈન ફ્લુનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. કિલર સાબિત થઇ રહેલા સ્વાઈન ફ્લુના કારણે ગઇકાલે બુધવારના દિવસે વધુ નવ લોકોના મોત થતાં મોતનો આંકડો વધીને ૨૯૫ ઉપર પહોંચ્યો હતો જ્યારે નવા ૨૦૭ કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને ૩૬૦૦ ઉપર પહોંચી ગઈ હતી. જે નવ લોકોના મોત થયા છે તે પૈકી એએમસીમાં ૩, એસએમસી, કચ્છ, ભરુચ, ગીરસોમનાથ, અમરેલી, જુનાગઢમાં એક-એક વ્યક્તિના મોત થયા હતા. જ્યારે જે ૨૦૭ કેસ સ્વાઈન ફ્લુના નોંધાયા હતા જે પૈકી એએમસીમાં સૌથી વધુ ૧૦૨ કેસો સપાટી ઉપર આવ્યા હતા. બનાસકાંઠામાં સાત, અમદાવાદ, ભરુચમાં ૬-૬, સાબરકાંઠા, જામનગરમાં ૫-૫, એસએમસી, આરએમસી, ગાંધીનગર, કચ્છમાં ૪-૪, રાજકોટ, વડોદરા, મહેસાણા, જામનગર, જીએમસી, ખેડા, દાહોદમાં ૩-૩, આણંદ, પાટણ, પંચમહાલ, અરવલ્લી, પોરબંદર, મહીસાગરમાં ૨-૨, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી અને સુરતમાં એક-એક કેસ ૨૩મી ઓગષ્ટના દિવસે બુધવારે સપાટી પર આવ્યા હતા. ગુજરાતમાં સૌથી વધુ મોત અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં નોંધાયા છે. સ્વાઇન ફુલના ભયાનક સ્વરૂપને જોતાં હાલમાં જ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી તાજી પરિસ્થિતિ જાણી છે. અમદાવાદ ગુજરાતમાં સૌથી વધારે અસરગ્રસ્ત છે. અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા અનેક પ્રકારની કામગીરી કરવામા આવી રહી હોવાના કરવામા આવી રહેલા દાવાઓની વચ્ચે ગઇકાલે બુધવારે વધુ નવા ૧૧૩ કેસ સપાટી ઉપર આવવા પામ્યા હતા. જ્યારે કુલ ત્રણ લોકોના મોત થવા પામ્યા હતા. આ સાથે જ આ માસમાં અત્યારસુધીમાં કુલ મળીને ૧૩૪૫ જેટલા કેસ સ્વાઈનફલૂના નોંધાવા પામ્યા હતા. જ્યારે ૭૦ લોકોના મોત થવા પામ્યા છે.

Related posts

कांग्रेस असमंजस में : राज बब्बर और अजहरुद्दीन ने खड़ी की अजब उलझन

aapnugujarat

જેટ, ઇન્ડિગો ફ્લાઇટને રદ કરાતા ભાડામાં જંગી વધારો

aapnugujarat

કોરોનાના ગાઈડલાઈન સાથે ચારધામ યાત્રા શરૂ કરવામાં આવી

editor

Leave a Comment

UA-96247877-1