Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશ વિરોધી તાકાતો શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહી છે : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે પ્રજાસતાક દિવસે ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક શૈક્ષણિક સંસ્થામાં ઝંડો ફરકાવ્યો. ત્યારપછી મોહન ભાગવતે સંબોધન દરમિયાન તિરંગાના મહત્વ વિશે વાત કરી અને ભારતને વિશ્વ ગુરુ બનાવવાના સંકલ્પ લેવાનું કહ્યું. મોહન ભાગવતે તિરંગાને ઉર્જા અને પ્રેરણાનું પ્રતીક ગણાવ્યું. તેની સાથે મોહન ભાગવતે કહ્યું કે દેશ વિરોધી તાકાતો શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહી છે, જેનાથી આખું વિશ્વ પ્રભાવિત થઇ રહ્યું છે.
મોહન ભાગવતે કહ્યું કે આઝાદીના ૭૦ વર્ષ થઇ ગયા છે ત્યારપછી આપણે નિરંતર આગળ વધી રહ્યા છે. પરંતુ દુનિયામાં શાંતિ થઇ તો તેમના સ્વાર્થની દુકાન બંધ થઇ શકે છે, તેવા લોકો પ્રયાસ કરી રહ્યા છે કે દેશ સમૃદ્ધ ના થાય. આ પ્રકારના પ્રયાસ કરતી શક્તિઓ દેશમાં છે.
મોહન ભાગવતે આરએસએસ સ્વયંસેવકોને સોશ્યિલ મીડિયા ભરપૂર ઉપયોગ કરવાની સલાહ આપી છે. તેમને કહ્યું કે પેપર અને પત્રિકાની પહોંચ સીમિત છે પરંતુ સ્માર્ટફોન આજે બધા જ હાથમાં પહોંચી ચુક્યો છે. તેમને કહ્યું કે તે તરફ ધ્યાન આપવું પડશે સોશ્યિલ મીડિયા પર ઘણી વસ્તુઓ ખુબ જ પ્રભાવ છોડે છે.
આરએસએસ પ્રમુખ ઘ્વારા જણાવવા આવ્યું કે ઝડપી પહોચને કારણે સામાન્ય લોકો સાથે આ માધ્યમ ઘ્વારા જલ્દી વાતચીત કરી શકાય છે. તેમને કહ્યું કે લોકોને તેમને કામ બતાવવું પડશે બંધ રૂમમાં મિટિંગ આરએસએસ કાર્યપધ્ધતિ નથી. પત્રકાર જયારે પણ ઈચ્છે ત્યારે આવીને સંઘની કાર્યપધ્ધતિ સમજી શકે છે.

Related posts

સેંસેક્સમાં ૨૨૪ પોઇન્ટનો કડાકો

aapnugujarat

મોદી વિરૂદ્ધ ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ તેજબહાદુરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

aapnugujarat

BrahMos supersonic cruise missile test fired by India

editor

Leave a Comment

UA-96247877-1