Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસ-પાસનું ષડયંત્ર પાટીદારો ચલાવી લેશે નહીં : નીતિન પટેલ

કોંગ્રેસ અને પાસના આગેવાનોની અનામતને લઇને બેઠક યોજાયા બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ સંદર્ભમાં આકરી પ્રતિક્રિયા આપી હતી અને સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ પાર્ટી પાટીદાર સમુદાયના લોકો અને રાજ્યના લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહી છે. પાટીદાર સમુદાયના લોકોને કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે જે ખાતરી આપવામાં આવી હતી તે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અનામત આંદોલનમાં વરવી ભૂમિકા અદા કરી ચુકેલી કોંગ્રેસ કોઇપણ રીતે પાટીદારોને વિશ્વાસમાં લેવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસ પાર્ટીના વકીલોને રોકીને અનામતની વાત કરવામાં આવી રહી છે. નીતિન પટેલે એમ પણ કહ્યું હતું કે, સબ કા સાથ સબકા વિકાસના હેતુસર ભાજપ સરકાર ખુબ જ સાનુકુળ રીતે પાટીદારો પ્રત્યે આગળ વધી છે. પાસ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે જે બેઠક યોજવામાં આવી હતી તેમાં કોઇ નક્કર ચર્ચા થઇ ન હતી. બેઠકમાં ઓબીસીને લઇને કોઇ ચર્ચા થઇ ન હતી. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ બંધારણની જોગવાઈ મુજબ આગળ વધીને સવર્ણ આયોગની રચના કરી છે. ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ પાસના આગેવાનો પણ કરી રહ્યા છે. નીતિન પટેલે પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ પાસના આગેવાનોને અને હાર્દિક પટેલને ચુસાઈ ગયેલી લોલીપોપ પકડાઈ દીધી છે. પાસના આગેવાનો અને કોંગ્રેસનું ષડયંત્ર પાટીદારોને બિલકુલ સ્વીકાર્ય નથી. અમે જ્યારે આર્થિકરીતે અનામતની વાત પણ કરી ચુક્યા છે. અગાઉ પાટીદાર નેતા હાર્દિક પટેલ અમે જ્યારે જાહેરાત કરી ત્યારે તેને લોલીપોપ તરીકે ગણાવી રહ્યા હતા પરંતુ હવે કોંગ્રેસે તો આડેધડ લોલીપોપ હાર્દિક પટેલને આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હેઠળ કરેલા કામ અને રાજ્યમાં સરકારની કામગીરી સબકા સાથ સબકા વિકાસને લઇને થઇ રહી છે. પાટીદાર સમુદાયને આંદોલનવેળા થયેલા અન્યાયના મુદ્દે પણ કાર્યવાહી કરવામાં આવી છે. પાટીદારો સામે થયેલા કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. ૪૬૯ કેસો હજુ સુધી પાછા ખેંચવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત પાટીદારને નુકસાન મામલામાં નોકરી આપવાને લઇને પણ ચર્ચા થઇ ચુકી છે. ૨૦ લાખ રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવી ચુકી છે. કરવામાં આવી ચુકેલા કામોની અમે વાત કરી રહ્યા છે. કોંગ્રેસને ખબર છે કે, તેમની સરકાર આવવાની નથી જેથી તેઓ આડેધડ વચન આપીને ખોટા વચનો પાસને આપવામાં આવ્યા છે પરંતુ પાસના આગેવાનોની વાત પાટીદાર સમુદાયના લોકો ક્યારે પણ સ્વીકારશે નહીં. નીતિન પટેલે દાવા સાથે કહ્યું હતું કે, હાર્દિક પટેલે જ્યારે રાહુલ ગાંધીને અલ્ટીમેટમ આપ્યું ત્યારે કોંગ્રેસ પાર્ટી ગભરાઈ ગઈ છે અને પાસના આગેવાનો સાથે બેઠક યોજી છે. આ ષડયંત્ર ખુલ્લુ પડી ગયું છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કોંગ્રેસને પાટીદારોને મદદનીવાત કેમ યાદ આવી ન હતી.

Related posts

ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા

editor

સપ્તધારાની ટીમ દ્વારા પપેટ શો કરી વિરમગામમાં પોલીયો અભિયાન અંગે જનજાગૃતિ કરવામાં આવી

aapnugujarat

ભૂજ, પાટણ અને કેશોદમાં નર્મદા યાત્રાના રથનો વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1