Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહાત્મા ગાંધી હત્યા કેસને ફરી ખોલવાનો વિરોધ : તુષાર ગાંધી દ્વારા સુપ્રીમમાં અપીલ

મહાત્મા ગાંધીની હત્યાના મામલામાં કેસને ફરી ખોલવાનો વિરોધ કરીને તુષાર ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી દીધી છે. મુંબઈ સ્થિત પંકજ પઢનીસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કેટલાક આધાર પર મહાત્મા ગાંધીની હત્યાના કેસને ફરી ખોલવા માટેની માંગ કરવામાં આવી છે. આમા દાવો કરવામાં આવ્યો છે કે, મહાત્મા ગાંધીની હત્યાના મામલાને કવરઅપ કરવાના ઇતિહાસમાં સૌથી મોટા પ્રયાસ થયા હતા જેના પરિણામ સ્વરુપે આ કેસને ફરી ખોલવાની જરૂર છે. જસ્ટિસ એસએસ બોબડે અને નાગેશ્વર રાવની બનેલી બેંચે તુષાર ગાંધીની અરજીને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. મહાત્મા ગાંધીની હત્યાના મામલાને ફરી ખોલવાની માંગ કરતી અરજી ઉપર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. બેંચે અગાઉની સુનાવણી દરમિયાન એમિકસ ક્યુરી તરીકે સિનિયર એડવોકેટ અને પૂર્વ એડિશનલ સોલીસીટર જનરલ અમરિન્દર શરણની નિમણૂંક કરી હતી. એમિકસ ક્યુરીએ આજે સુપ્રીમ કોર્ટના પ્રશ્નોનો જવાબ આપવા ચાર સપ્તાહની મહેતલ માંગી હતી અને કહ્યું હતું કે, નેશનલ આર્ચીવ તરફથી કોઇપણ દસ્તાવેજો તેમને હજુ મળ્યા નથી. મુંબઈ સ્થિત પંકજ પઢનીસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કેટલાક આધાર પર આ કેસને ફરી ખોલવાની માંગ કરવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે, સૌથી મોટા ઘાટપીછોણા આ કેસમાં થઇ ચુક્યા છે. અત્રે નોંધનીય છે કે, ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે નાથુરામ ગોડસે દ્વારા નવી દિલ્હીમાં પોઇન્ટ બ્લેન્કરેંજથી મહાત્મા ગાંધીને ઠાર કરી દીધા હતા. છઠ્ઠી જૂન ૨૦૧૬ના મુંબઈ હાઈકોર્ટના આદેશને પડકાર ફેંકીને પઢનીસે ચુકાદામાં ફરી તપાસની માંગ કરી હતી. ૨૦૧૬માં જાહેરહિતની તેમની અરજીને ફગાવી દેવામાં આવી હતી. હવે તુષાર ગાંધીએ કેસને ખોલવા સામે વાંઘો ઉઠાવ્યો છે.

Related posts

अयोध्या विवाद में जल्द तय हों नए पर्यवेक्षक : सुप्रीम

aapnugujarat

જીએસટીમાં રાજ્યોને નુકશાનનો કોઈ નિવેડો લાવી શકાયો નથી

aapnugujarat

એશિયા-પ્રશાંત ક્ષેત્રના ૨૬ દેશોમાં ભારત ચોથો સૌથી શક્તિશાળી દેશ

editor

Leave a Comment

UA-96247877-1