Aapnu Gujarat
ગુજરાત

ભૂજ, પાટણ અને કેશોદમાં નર્મદા યાત્રાના રથનો વિરોધ

રાજ્યમાં ફરી એક વખત કેટલાક વિસ્તારમાં નર્મદા યાત્રાના રથનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યના ભૂજના ગેલડા ગામે, પાટણના કિમ્બુવા ગામે અને કેશોદના અજાબ ગામે નર્મદા યાત્રાના રથનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે ભાજપ ચિંતામાં મૂકાયું હતું.ભુજના ગેલડા ગામે નર્મદા યાત્રાના રથનો વિરોધ કરવામાં આવ્યો હતો. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાનો આ મત વિસ્તાર છે. જ્યાં સતત બીજા દિવસે નર્મદા યાત્રાના રથનો વિરોધ થયો છે. વિરોધના પગલે મુદરા તાલુકા પંચાયતના પ્રમુખ અને કાર્યકર્તાઓ રથ મૂકીને પલાયન થયા હતો. જો કે, પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
પાટણના કિમ્બુવા ગામે નર્મદા યાત્રાના રથનું આગમન થવાનુ હતું. જો કે, પાટીદારોએ નર્મદા યાત્રાના રથનો વિરોધ કરતા રથને ગામાં પ્રવેશ મળ્યો ન હતો.
પાટીદાર મહિલાઓએ થાળી વેલણ વગાડી કાળા વાવટા ફરકાવ્યાં હતાં. નર્મદા યાત્રાના રથનો વિરોધ કરતા પાટીદારોના હાથમાં સરદાર વલ્લભભાઈ પટેલની તસવીર જોવા મળી હતી. વિરોધના પગલે ભાજપની છાવણીમાં ચિંતાના વાદળો છવાયા છે.
કેશોદના અજાબ ગામે નર્મદા યાત્રાના રથનો વિરોધ કરવામાં આવ્યો છે. આશરે એક હજારથી વધારે ગ્રામજનો રસ્તા પર આવી જતા ભાજપની રથયાત્રા મુશ્કેલીમાં મુકાઈ હતી. ગ્રામજનો એ રથને રોકી વિરોધ કર્યો છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો દોડતો થયો હતો. અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

Related posts

હિંમતનગરનાં વિનાયકનગર ખાતે ગણેશ વિસર્જન યાત્રા ભવ્ય ધામધૂમપૂર્વક ઉજવાઈ

aapnugujarat

अहमदाबाद रेलवे स्टेशन को बम से उड़ा देने की धमकी मिली

aapnugujarat

मणिनगर क्षेत्र में विद्यार्थियों के साथ मारपीट करके सोने की चेइन की लूट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1