Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરનાં વિનાયકનગર ખાતે ગણેશ વિસર્જન યાત્રા ભવ્ય ધામધૂમપૂર્વક ઉજવાઈ

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે વિનાયકનગર વિસ્તારમાં છેલ્લાં ૨૩ વર્ષથી ગણપતિ મહોત્સવ ઉજવાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ઉજવણી ગણેશ યુવક મંડળ વિનાયક નગર દ્વારા ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી. દસ દિવસ ગણપતિ દાદાની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા-અર્ચના કરી રાત્રે રાસ-ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા રાસ ગરબા રમઝટ બોલાવવામાં આવી હતી. દસમા દિવસની આરતી હિંમતનગરના ઉદ્યોગપતિ ચિંતન પુરોહિત પરિવાર દ્વારા ગણપતિ દાદાની આરતી ઉતારવામાં આવી હતી જ્યારે આજે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હિંમતનગરના લોકો ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા. ગણેશ યુવક મંડળ વિનાયક નગર ના પ્રમુખ અમૃત રાજપુરોહિતે જણાવ્યું હતું કે ગણપતિ મહોત્સવ મંડળ દ્વારા વિનાયક નગર ખાતે ઉજવવામાં આવે છે અને લોકો પણ આ મહોત્સવમાં અમૂલ્ય ફાળો આપે છે, લોકોના સાથ અને સહકારથી આ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ અગાઉ ગણેશ યુવક મંડળ ગણપતિ મહોત્સવની શરૂઆત હિંમતનગરના અન્નદાતા કહેવાતા બાબુલાલ સોનાજી પુરોહિત તથા છાપરીયા વિસ્તારના સથવારા સમાજ, પ્રજાપતિ સમાજ, ભોઈ સમાજ અને દરેક સમાજના વડીલો સાથે રહી ગણેશ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ગણેશ યુવક મંડળના તમામ સભ્યો મહોત્સવને સફળ બનાવવા માટે રાત દિવસ ખડે પગે રહી આ ઉત્સવને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા. શહેરના છાપરીયા વિનાયક નગરથી ગણપતિ દાદાની વિસર્જન યાત્રા પ્રસ્થાન થાય છે અને ડીજેના તાલમાં સૌ લોકો ગરબે ઘૂમી શહેરના છાપરીયા વિનાયક નગર થઈ ન્યાયમંદિર સુધી વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે. ન્યાય મંદિર ખાતેથી ગણપતિ દાદાની ભવ્ય પ્રતિમાને લોડીંગ વાહનમાં વિસર્જિત કરવા માટે લઈ જવાય છે. વિસર્જન યાત્રામાં ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલ્દી આના. મોરિયા રે બાપા મોરિયા રે ના નાદ સાથે અબીલ ગુલાલ ઊડાવી વાતાવરણ ભક્તિમય જોવા મળે છે.

(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ગુજરાતમાં પારો ૪૧થી ૪૩ વચ્ચે રહી શકે છે : હવામાન વિભાગ

aapnugujarat

Gujarat bags two awards in the Health Sector from the Central Government

aapnugujarat

નવરાત્રી ઉત્સવની પરંપરાગતરીતે ભવ્ય શરૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1