Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નિનામાના અધ્યક્ષપદે ઇલેક્ટ્રોનિક મિડીયા મોનીટરીંગ સેન્ટર (EMMC) ની રચના : સભ્યોને કામગીરી સંદર્ભે અપાયેલું માર્ગદર્શન

નર્મદા જિલ્લામાં આગામી તા.૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૧૭ અંતર્ગત જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ અને ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા સમાચારોની દેખરેખ અને નિયંત્રણ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાની અધ્યક્ષપદે જિલ્લાકક્ષાએ ઇલેક્ટ્રોનિક મિડીયા મોનીટરીંગ સેન્ટર (EMMC) ની રચના કરવામાં આવી છે. જેમાં સભ્યો તરીકે ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણની કામગીરી માટેના જિલ્લા નોડલ અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આદર્શ આચારસંહિતાના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી તેમજ મિડીયાના નોડલ અધિકારીશ્રી અને નાયબ માહિતી નિયામકશ્રીની નિમણૂંક કરાઇ છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નિનામાએ આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે આ અંગેની બેઠક યોજીને સદરહું સેન્ટરની કામગીરી સંદર્ભે ઉપસ્થિત સભ્યોને જરૂરી સૂચના સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

Related posts

દર 7.5 મિનિટે ગુજરાતીઓ બની રહ્યા છે સાયબર ક્રાઈમનો ભોગ

aapnugujarat

સોમનાથમા અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશની બેઠક યોજાઈ

editor

કૌશલ્ય વર્ધન તાલીમ માટે પાંચ એજન્સી સાથે કરાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1