Aapnu Gujarat
ગુજરાત

દર 7.5 મિનિટે ગુજરાતીઓ બની રહ્યા છે સાયબર ક્રાઈમનો ભોગ

1 જાન્યુઆરી, 2020 અને 15 મે, 2023ની વચ્ચે ગુજરાતીઓએ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) અથવા હેલ્પલાઈન નંબર 1930 પર સાયબર ક્રાઈમ (Cbyercrime) સંબંધિત કુલ 1.59 લાખ અરજીઓ કરી છે. દર મહિને સરેરાશ 5585 અરજીઓ આવે છે. એમ કહી શકાય કે દર 7.5 મિનિટમાં એક અરજી આ મામલે થયા છે. NCCRPના આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાત એ નવ રાજ્યોમાંનું એક છે કે જ્યાં આ સમયગાળા દરમિયાન સાયબર ક્રાઈમ સંબંધિત 1 લાખથી વધુ અરજીઓ નોંધાઈ હોય.

આ ડેટા તાજેતરમાં જ ગિરગાંવ સ્થિત કાર્યકર્તા જિતેન્દ્ર ધાગડે દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં એનસીઆરબી દ્વારા નોંધવામાં આવ્યો હતો. ધાગડેએ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ સંબંધિત અરજીઓની ટકાવારીને એફઆરઆઈમાં રુપાંતરિત કરવાની વિગતો માગી હતી. કુલ મળીને રાષ્ટ્રીય ગુણોત્તતર 1.9 ટકા હોવાનું જણાવ્યું હતું, કારણ કે 22.57 લાખ અરજીઓના આધારે 43,022 એફઆઈઆર નોંધવામાં આવી છે. જેના સરખામણીમાં ગુજરાતની અરજીથી એફઆરઆઈ રેશિયો 0.8 ટકા પર અડધા કરતા પણ ઓછો હોવાનું જણાયું હતું. રાજ્ય પોલીસે 1.59 લાખ અરજીઓમાંથી 1233 ફરિયાદ નોંધી હતી.
શહેરમાં આવેલી એક સાયબર સિક્યુરિટી ફર્મના સીઈઓ સન્ની વાઘેલાએ જણાવ્યું કે, કોવિડ પછીનો સમયગાળો કોવિડ પહેલાંના સિનારિયો કરતા અલગ છે. લૉકડાઉન દરમિયાન અને પછી ડિજીટલ ટ્રાન્જેક્શનમાં ખૂબ જ વધારો થયો છે. આ દરમિયાન ભેજાબાજો અને ઓનલાઈન છેતરપિંડી કરનારાઓને એવા લોકોને લૂંટવાની તક મળી કે જેઓ ડિજીટલ અંગે ઓછા જાણકાર હતા. જેમાં બેંક ડિટેઈલ પ્રાપ્ત કરવાથી માંડીને છેતરપિંડી ભર્યા કોલ દ્વારા સેક્સોર્ટોશન અને ક્રિપ્ટોકરન્સી ખરીદવા સુધીના ગોટાળા સામેલ છે. આમાં 2021-22માં ખૂબ જ વધારો થયો છે.

અમદાવાદ સાયબર ક્રાઈમના ડીસીપી અજીત રાજિયને જણાવ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષો કરતા પાછલા બે વર્ષમાં ફરિયાદમાં વધારો થયો છે. જેને લઈને પોલીસ પણ વિવિધ જાગરુકતા અભિયાન ચલાવી રહી છે. તો એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સાયબર ફ્રોડ દ્વારા છેતરવામાં આવેલી રકમ નાની હોય અને કાર્યરત ગેંગ દ્વારા છેતરપિંડી કરવામાં આવે તો એફઆરઆઈની શક્યતા ઓછી થઈ જાય છે.
જો કે, તેઓએ દાવો કર્યો કે, અરજીઓની પણ તપાસ કરવામાં આવે છે. છેતરપિંડી આચરી રહેલાં બેજાબાજો સતત પોતાની મોડસ ઓપરેન્ડી ચેન્જ કરતા રહેતા હોય છે. ત્યારે આવા કિસ્સાઓમાં જાગરુકતા જ હોય છે કે જેનાથી આવા ગુનાઓને રોકવામાં મદદ કરી શકે છે. આવા કેસોમાં જ્યુરિડિક્શન પણ હોતો નથી. એવું પણ બને કે પીડિત અલગ વિસ્તારમાં રહેતો હોય અને જેણે છેતરપિંડી આચરી હોય તે પણ અલગ વિસ્તારમાં હોય. ક્યારેક એવું પણ બનતું હોય છે કે, બીજા દેશોમાંથી પણ આવી છેતરપિંડી થતી હોય છે.

Related posts

પાદરા : ખોટું સોનું બતાવી સાચા સોનાની ઉઠાંતરી કરતી બે મહિલા ઝડપાઇ

aapnugujarat

હાલોલથી રામ જન્મભૂમિ માટે જળ અને માટી મોકલાઈ

editor

વીવીપેટને લઇને લોકજાગૃતિ કેળવાય તે માટે ગુજરાહ હાઈકોર્ટમાં થઈ અરજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1