Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચૂંટણી પહેલા ભાજપમાં પંજાબથી આંધ્રપ્રદેશ સુધી મોટો ફેરબદલ, 4 રાજ્યોના અધ્યક્ષ બદલાયા

ભાજપે મંગળવારે મુખ્ય રાજ્યોની ચૂંટણીઓ અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા ચાર રાજ્યોમાં તેના એકમો માટે નવા પ્રમુખોની નિમણૂક કરી. જી કિશન રેડ્ડીને તેલંગાણાના બીજેપી અધ્યક્ષ તરીકે, ડી પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ તરીકે, ભૂતપૂર્વ સીએમ બાબુલાલ મરાંડીને ઝારખંડના નવા પ્રદેશ અધ્યક્ષ અને સુનીલ જાખડને પંજાબના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પહેલા સંગઠનાત્મક માળખું મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ભાજપે 4 રાજ્યોમાં નવા પ્રમુખોની નિમણૂક કરી છે. આ વર્ષના અંતમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આવી સ્થિતિમાં સંગઠનમાં ફેરબદલની અટકળો પહેલાથી જ ચાલી રહી હતી.

રસપ્રદ વાત એ છે કે, જાખડ અગાઉ પંજાબમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. ભાજપે તેલંગાણામાં ચૂંટણી પ્રબંધન સમિતિના અધ્યક્ષ તરીકે ઈટાલા રાજેન્દ્રની નિમણૂકની પણ જાહેરાત કરી હતી. એટલું જ નહીં, તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, તેલંગાણામાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મહાસચિવ (સંગઠન) બી એલ સંતોષની અધ્યક્ષતામાં પાર્ટીમાં સંગઠનાત્મક ફેરબદલની ચર્ચા છે.

આવી સ્થિતિમાં, ભાજપના આ તાજેતરના ફેરબદલ પછી, કેન્દ્રીય પ્રધાન જી કિશન રેડ્ડી તેલંગાણામાં વર્તમાન પ્રમુખ બંદી સંજયનું સ્થાન લેશે. જ્યારે આંધ્રપ્રદેશમાં પુરંદેશ્વરી હવે વર્તમાન પ્રમુખ સોમુ વીરરાજુની જવાબદારી સંભાળશે. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાનીમાં મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કર્યાના એક દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે.

Related posts

સબરીમાલા મંદિર કિસ્સાને બંધારણીય બેંચને મોકલાયો

aapnugujarat

કચ્ચાતિવુને લઈને DMK પર PM Modiએ કર્યા પ્રહાર

aapnugujarat

इलाहाबाद-आनंद विहार टर्मिनल के बीच स्पेशल रेलगाड़ी का संचालन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1