Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેદારનાથમાં યુટ્યુબર અને રીલ્સ બનાવનારા સામે થશે કાર્યવાહી

ઉત્તરાખંડની કેદારનાથ ધામ મંદિર સમિતિએ સ્થાનિક પોલીસ પ્રશાસનને કેદારનાથ ધામ મંદિરમાં આવીને યુટ્યુબ વીડિયો અને રીલ્સ બનાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. તાજેતરમાં આવા ઘણાં વીડિયો વાયરલ થયા છે કે જેમાં યુટ્યુબર્સ મંદિરની સામે આ પ્રકારે વીડિયો શૂટ કરી રહ્યા છે. હાલમાં જ એક મહિલા યુટ્યુબરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તે તેના બોયફ્રેન્ડને મંદિરની સામે પ્રપોઝ કરી રહી છે.

બદ્રીનાથ-કેદારનાથ ટેમ્પલ કમિટી (BKTC) ચારધામ મહાપંચાયતના ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ તીર્થ પુરોહિતે કેદારનાથ ધામમાં પોતાના પ્રેમીને પ્રપોઝ કરતા બ્લોગરનો વાયરલ વિડિયોને આધાર બનાવ્યો છે. બદ્રી-કેદાર મંદિર સમિતિએ કેદારનાથ પોલીસ ચોકીને પત્ર લખીને આવી રીલ્સ બનાવનારાઓ પર નજર રાખવા જણાવ્યું છે કે જેથી ધાર્મિક પરંપરાઓ સાથે કશું ખોટું ના થાય.

પોતાના પત્રમાં શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના કાર્યકારી અધિકારી રમેશ ચંદ્ર તિવારીએ લખ્યું છે કે, કેટલાંક YouTube, Instagram ઈન્ફ્લ્યુંસર શ્રી કેદારનાથ મંદિર વિસ્તારમાં ધાર્મિક ભાવનાઓ વિરુદ્ધમાં YouTube શોર્ટ, વીડિયો અને Instagram રીલ્સ બનાવી રહ્યા છે. જેથી યાત્રાળુઓની સાથે દેશ-વિદેશમાં વસતા હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આ અંગે તેમની અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. શ્રી કેદારનાથ મંદિર વિસ્તારમાં ધાર્મિક લાગણીઓ વિરુદ્ધ YouTube શોર્ટ/વિડિયો/ઈન્સ્ટાગ્રામ રીલ બનાવનારાઓ પર કડક નજર રાખીને જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરો.

હાલમાં જ કેદારનાથ ધામના ગર્ભગૃહનો એક વીડિયો પણ વાયરલ થયો હતો કે જેમાં એક મહિલા શિવલિંગ પર નોટો ઉડાવી રહી હતી. તે સમયે પૂજારીઓ પણ હાજર હતા. લોકોએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે સામાન્ય લોકો સામે વાંધો ઉઠાવનારા પૂજારીઓ આ સમયે પૂજા શા માટે ચાલુ રાખતા હતા. તમે તે સ્ત્રીને આમ કરતા કેમ ના રોકી? તેમજ ગર્ભગૃહમાં વિડીયોગ્રાફીની મનાઈ છે ત્યારે ત્યાં કેવી રીતે વિડીયો બનાવાયો અને કેમ વાયરલ થયો.

Related posts

370 पर फिर ट्रंप प्रशासन बोला – भारत के फैसले का समर्थन पर कश्मीर को लेकर चिंता

aapnugujarat

વડાપ્રધાન મોદીએ યુપીમાં ૮૧ પ્રોજેક્ટ લોંચ કર્યાં

aapnugujarat

ठाकरे को खत लिखने पर पवार का राज्यपाल पर निशाना

editor

Leave a Comment

UA-96247877-1