Aapnu Gujarat
બ્લોગ

સગર્ભા અવસ્થા વેળા હાર્ટ અટેકનો ભય વધુ : રિપોર્ટ

તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ અને માહિતીસભર અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સગર્ભાવસ્થાના ગાળામાં હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. સંશોધકોએ કહ્યું છે કે સગર્ભાવસ્થા અને હાર્મોનમાં થતા ફેરફાર કેટલીક સમસ્યાઓ ઉભી કરી શકે છે. બાળકને જન્મ આપ્યા બાદ મહિલામાં હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. મોટી સંખ્યામાં મહિલાઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. અલબત્‌ સગર્ભાવસ્થા દરમિયાન હાર્ટ અટેકનો ખતરોઓેછો રહે છે. દરેક ૧૬ હજાર ડિલિવરી પૈકી એક મહિલામાં હાર્ટ અટેક થાય છે. પરંતુ આજ વયમાં બિન સગર્ભા મહિલા કરતા ખતરો ૩થી ૪ ગણો વધારે છે. વધુમાં સગર્ભાવસ્થા દરમિયાન હાર્ટ અટેક વધુ તીવ્ર રીતે થાય છે. આ સપ્તાહમાં જ શિકાગોમાં અમેરિકન કોલેજ ઓફ કાર્ડિઓલોજીના વૈજ્ઞાનિક સેશનમાં અભ્યાસના તારણો રજુ કરવામાં આવ્યા હતા. હાર્મોનના સ્તરે થતા ફેરફાર, બ્લડ વોલ્યુમમાં વધારો અને અન્ય સારિરીક ફેરફાર સગર્ભાવસ્થા દરમિયાન થાય છે. જેના કારણે ખતરો વધી જાય છે. સંશોધકોનું કહેવું છે કે સામાન્ય વસ્તુમાં જોવા મળતા લક્ષણો કરતા સગર્ભા મહિલાઓમાં જુદા જુદા કારણોથી હાર્ટ અટેક થાય છે. અમેરિકામાં કરવામાં આવેલા અભ્યાસમાં પરિણામથી આગામી દિવસોમાં આને લઇને વધુ અભ્યાસ હાથ ધરવામાં આવશે. જનરલ વસ્તીમાં હાર્ટ અટેક માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી ચુકી છે. આ માર્ગદર્શિકા હમેશા સગર્ભા સંબંધિત હાર્ટ અટેક સાથે લાગુ પડતી નથી. વર્ષ ૨૦૦૫ બાદથી લેવામાં આવેલા ૧૫૦ કેસોના નિરીક્ષણ બાદ આમા આ બાબત જાણવા મળી છે.

Related posts

મિશેલ કાચો ખેલાડી નથી….

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

કોંગ્રેસના આંતરિક વિખવાદોથી ભાજપનો રસ્તો સરળ બને છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1