Aapnu Gujarat
મનોરંજન

ક્રિશ ફિલ્મના આગામી ભાગ ઉપર કામ શરૂ

બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક રિતિક રોશને હાલમાં કેટલીક નવી ફિલ્મો પર કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ વિતેવા વર્ષોના અભિનેતા અને રિતિક રોશનના પિતા રાકેશ રોશને હવે તેમની સફળ ફ્રેન્ચાઇઝ ક્રિશની આગામી ફિલ્મ પર કામગીરી શરૂ કરી દીધી છે. આ ફિલ્મ પર પ્રાથમિક કામ શરૂ કરવામાં આવ્યુ છે. પોતાના પિતાની ફિલ્મમાં કામ કરવા માટે રિતિક રોશન વર્ષ ૨૦૧૮ના અંત સુધી ફ્રી થઇ જાય તેવી શક્યતા છે. ત્યારબાદ આ મહત્વકાંક્ષી ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવનાર છે. રિતિકની છેલ્લી ફિલ્મ કાબીલ રજૂ કરવામાં આવી હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં રિતિક રોશનની સાથે યામી ગૌતમે ભૂમિકા અદા કરી હતી. સાથે સાથે આટમ સોંગમાં ઉર્વશી રોટેલા નજરે પડી હતી. હાલમાં તે કેટલાક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ધરાવે છે. જેમાં સુપર ૩૦નો સમાવેશ થાય છે. આ ફિલ્મ મેથેમેટેશિયન આનંદ કુમારની લાઇફ પર આધારિત છે. આ ઉપરાત તે ટાઇગર શ્રોફ અને વાણી કપુરની સાથે કામ કરવા જઇ રહ્યો છે. ક્રિશના નવા ઇન્સ્ટોલમેન્ટને લઇને તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. રિતિક રોશનની લાઇફમાં હાલમાં ઉથલપાથલ પણ રહી છે. કારણ કે કંગના રાણાવત સાથે તેના પ્રેમ સંબંધની ચારેબાજુ ચર્ચા જોવા મળી રહી છે. જો કે આ સંબંધમાં બોલિવુડમાં બે જુદી જુદી ટીમો છે. કેટલાક લોકો કંગના રાણાવતને સાથ આપી રહ્યા છે જ્યારે કેટલાક લોકો રિતિક રોશનને સાથ આપી રહ્યા છે. રિતિક રોશન પોતાની ફિલ્મોને લઇને આશાવાદી છે.

Related posts

भारत के प्रधानमंत्री बनने की प्रियंका चोपड़ा ने जताई इच्छा

aapnugujarat

भारतीयता का मतलब समावेशिता है : शबाना

editor

સાઉથની ફિલ્મોમાં કન્ટેન્ટ હોય છે : Shilpa Sheety

aapnugujarat

Leave a Comment

UA-96247877-1