Aapnu Gujarat
મનોરંજન

દિયા મિર્જા યુથ પર ડ્રામા ફિલ્મ બનાવવા ઇચ્છુક

અભિનેત્રી અને ફિલ્મ નિર્માત્રી દિયા મિર્ઝા સંજય દત્તની લાઇફ પરની ફિલ્મ દત્તમાં કામ કર્યા બાદ ફિલ્મ નિર્માણમાં વધારે તાકાત સાથે ઉતરનાર છે. દિયા હવે એક રોમેન્ટિક ફિલ્મ બનાવવા જઇ રહી છે. દિયા મિર્જા અને તેના પતિ સાહિલ સંઘા બોર્ન ફ્રી એન્ટરટેઇનમેન્ટના પાર્ટનર તરીકે રહ્યા છે. આ બેનર હેઠળ પહેલા પણ ફિલ્મો બનાવવામાં આવી ચુકી છે. આ પહેલા આ બેનર હેઠળ લવ બ્રેક અપ જિન્દગી બનાવવામાં આવી હતી. ત્યારબાદ બોબી જાસુસ નામની ફિલ્મ બનાવવામાં આવી હતી. હવે તેમની યોજના નવી ફિલ્મ બનાવવા માટેની છે. આ ફિલ્મ રોમેન્ટિક ડ્રામાં ફિલ્મ છે. દિયા મિર્જાએ કહ્યુ છે કે હાલમાં રોમેન્ટિક ફિલ્મોનો દોરચાલી રહ્યો છે ત્યારે અમે પણ આ દિશામાં આગળ વધીને ફિલ્મ બનાવવા જઇ રહ્યા છીએ. રહેના હે તેરે દિલ મે, લગે રહો મુન્નાબાઇ અને હનિમુન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી હવે પતિ સાથે મળીને ફિલ્મ નિર્માણમાં કુદી ચુકી છે. ૩૫ વર્ષીય સ્ટાર અભિનત્રી ફિલ્મ નિર્માણમાં કુદી પડ્યા બાદ તે વિદ્યા બાલનને લઇને બોબી જાસુસ નામની ફિલ્મ બનાવી ચુકી છે. આનો બીજો ભાગ પણ બનાવવામાં આવનાર છે. દિયા મિર્જાએ પોતાની પ્રોડક્શન કંપની હેઠળ બનનાર ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કરી રહી નથી. ફિલ્મમાં એક અભિનેત્રી તરીકે નિષ્ફળ રહ્યાબાદ તે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી ગઇ હતી. ત્રબોલિવુડમાં દરરોજ નવી સ્ટાર પ્રવેશી રહી છે. સાથે સાથે દરેક પ્રકારના રોલ પણ કરી રહી છે દિયા મિર્ઝા હાલમાં સંજય દત્તની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં રણબીર કપુરની મુખ્ય ભૂમિકા છે.

Related posts

સુશાંત સિંહ રાજપૂત પર લાગેલા MeToo ના આરોપનું સત્ય શું હતું, જાણો સમગ્ર વિગત

editor

Superstar Rajinikanth’s ‘2.0’ movie will release in China on July 12

aapnugujarat

तांडव के कंटेंट पर भड़की कंगना रनौत

editor

Leave a Comment

UA-96247877-1