Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પઠાણકોટ એરબેઝ પર ફરી આતંકવાદી હુમલાનો ખતરો

પંજાબના પઠાણકોટ એરફોર્સ બેઝ પર ફરી એકવાર ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. જેના કારણે હવે હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આસપાસના વિસ્તારોમાં કેટલાક શંકાસ્પદ લોકો પહોંચ્યાહોવાની બાતમી મળી છે. જેના કારણે સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. ગુપ્તચર હેવાલ મળ્યા બાદ પંજાબ પોલીસ, સેના, હવાઇ દળ અને હિમાચલ પ્રદેશ પોલીસ દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. સંયુક્ત શોધખોળ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે જાન્યુઆરી ૨૦૧૬માં પઠાણકોટના એરબેઝ પર ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા માટે પહેલાથી જ જોરદાર તૈયારી ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવી હતી. તપાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે પઠાણકોટ હુમલા માટે કોડ નામ નિકાહ રાખવામાં આવ્યુ હતુ. જ્યારે ત્રાસવાદીઓને બારાતી કોડ નામ આપવામાં આવ્યુ હતુ. આ કોડ નામ હેઠળ ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. . આ હુમલા મામલે ચાર્જશીટમાં કેટલીક અન્ય બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. માત્ર મસુદ અઝહર જ એકમાત્ર કાવતરાખોર ન હતો. હુમલાના કાવતરા પાછળ પાકિસ્તાની અધિકારી પણ હતા. પઠાણકોટ હુમલામાં સાત સુરક્ષા જવાન શહીદ થયા હતા. ચાર ત્રાસવાદી પણ ઠાર થયા હતા. દીનાનગર હુમલામાં સેનાના વસ્ત્રોમાં ત્રણ ત્રાસવાદીઓ આવ્યા હતા. પઠાણકોટના વરિષ્ઠ પોલીસઅધિકારી નિલામ્બરી વિજય જગદલેએ કહ્યું છે કે સાવચેતીના પગલાંરૂપે તપાસ ઓપરેશન ચાલી રહ્યું છે. ૫૦૦થી વધુ સુરક્ષા જવાનો લાગેલા છે. તેમણે કહ્યું છે કે એરબેઝ સ્ટેશનની નજીકના ગામો અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને નજર રાખવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે સુરક્ષા જવાનોની પેટ્રોલીંગ ઉપરાંત ક્વીટ રીસ્પોન્સ ટીમ પણ સક્રિય થઈ છે. ગયા વર્ષે બીજી જાન્યુઆરીના દિવસે રાત્રે એરબેઝમાં આતંકવાદીઓ ઘુસી ગયા હતા. આ અગાઉ ૨૭મી જુલાઈ ૨૦૧૫ના દિવસે આતંકવાદીઓએ મોટો હુમલો ગુરૂદાસપુરના દીનાનગરમાં કર્યો હતો. દીનાનગર હુમલામાં એક પોલીસ અધિકારી સહિત સાત પોલીસ જવાનોના મોત થયા હતા. જોકે મોડેથી તમામ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. પઠાણકોટ એરબેઝ ઉપર હુમલાની દહેશત બાદ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે શકમંદ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. પઠાણકોટ વિસ્તારને ખુબ સંવેદનશીલ તરીકે ગણવામાં આવે છે.
અસમાજિક તત્વોનો ઉપયોગ કરીને ત્રાસવાદીઓએ કોઇ હુમલાને અંજામ ન આપી શકે તે માટે પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. પંજાબમાં ત્રાસવાદીઓ હિંસાની ગતિવિધીને ફેલાવવા માટેના પ્રયાસમાં લાગેલા છે તેવા અહેવાલ વચ્ચે પણ આવતા રહ્યા છે. જો કે હવે આ અહેવાલને સમર્થન મળી રહ્યુ નથી.

Related posts

જીડીપી બે ટકા ઘટી જશે તેવો દાવો કરતા લોકો ખોટા પુરવાર : કોંગ્રેસ

aapnugujarat

ભારતમાં બેરોજગારીનો દર ૮%

aapnugujarat

અમરનાથ એટેક : સતત ત્રીજા દિવસે વ્યાપક શોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1