Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમરનાથ એટેક : સતત ત્રીજા દિવસે વ્યાપક શોધ

જમ્મુ કાશ્મીરમાં અમરનાથ શ્રદ્ધાળુઓની બસને ટાર્ગેટ બનાવીને સોમવારની રાત્રે ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યાના ત્રીજા દિવસે પણ જવાબદાર ત્રાસવાદીઓની ઉંડી શોધખોળ જારી રહી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં ત્રાસવાદીઓની ભાળ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ત્રાસવાદીઓની મદદ કરી શકે તેવા કટ્ટરપંથી લોકો ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. ટુંકમાં જ આમાં સફળતા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. અમરનાથ હુમલાના માસ્ટરમાઇન્ડ અબુ ઇસ્માઇલને પકડી પાડવા માટે સુરક્ષા દળોએ વ્યાપક અને મોટુ ઓપરેશન હાથ ધર્યુ છે. જેમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો જોડાયા છે. આ મામલે ટુંક સમયમાં જ મોટી સફળતા મળી શકે છે. લશ્કરે તોયબાના કમાન્ડર અબુ ઇસ્માઇલે આ હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ખીણમાં તોયબાના ઠાર કરવામાં આવેલા કમાન્ડર અબુ દુજાનાની જગ્યાએ હાલમાં પાકિસ્તાની નાગરિક અબુ ઇસ્માઇલ ભૂમિકા અદા કરી રહ્યો છે. હુમલામાં ઇસ્માઇલની સંડોવણી અંગે માહિતી એકત્રિત કરી છે. હુમલા દરમિયાન તેની સાથે બે અન્ય ત્રાસવાદીઓ પણ હતા. અમે એવા લોકોને શોધી કાઢ્યા છે જે એ વખતે ત્યાં હતા. સાથે સાથે તેમના માટે હથિયારો લાવ્યા હતા. અમે જે દિશામાં ત્રાસવાદીઓ છુપાયા છે તે અંગે પણ માહિતી મેળવી લીધી છે. તેમને ટુંકમાં જ પકડી પાડવાાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે, સોમવારે મોડી રાત્રે ૮.૨૦ વાગ્યાના આસપાસ ગુજરાતના અમરનાથ શ્રદ્ધાળુઓની બસ પર ત્રાસવાદી હુમલો કરાયો હતો જેમાં છ મહિલા સહિત સાત ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ૩૨ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. અમરનાથ ગુફાના દર્શન કરીને શ્રદ્ધાળુ પરત ફરી રહ્યા હતા ત્યારે આ હુમલો કરાયો હતો. ગુજરાત રજિસ્ટ્રેશન નંબરની બસ બાલતાલથી જમ્મુ તરફ આવી રહી હતી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, અમરનાથ યાત્રાના કાફલાના ભાગરુપે આ બસ ન હતી. સુરક્ષા દળો દ્વારા નક્કી કરવામાં આવેલી સાત વાગ્યાની સમય મર્યાદા બાદ આ બસ દોડી રહી હતી. ગુજરાતી શ્રદ્ધાળુઓની યાત્રીઓની જીજે-૦૯-ઝેડ-૯૯૭૬ નંબરની બસ એકલી પરત ફરી રહી હતી. સાંજે ચાર વાગે શ્રદ્ધાળુઓનો કાફલો પરત આવી રહ્યો હતો. ત્યારે રાત્રે ૮.૨૦ વાગ્યાની આસપાસ આ હુમલો કરાયો હતો. અમરનાથ યાત્રા ૨૯મી જૂનના દિવસે શરૂ કરાઈ હતી. આ અગાઉ ૨૦૦૨માં પહેલગામમાં અમરનાથ યાત્રાળુઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૭ શ્રદ્ધાળુ સહિત ૨૭ના મોત થયા હતા. છેલ્લા ૧૮ વર્ષમાં ૫ ત્રાસવાદી હુમલા અરમનાથ યાત્રીઓ ઉપર થયા છે.

Related posts

पहले मोदी और शाह को नेता मानता था, अब उनकी पूजा करता हूं : शिवराज

aapnugujarat

सीमाओं की रक्षा करने में सक्षम है सेनाः अरुण जेटली

aapnugujarat

RBI की दरों में कोई बदलाव नहीं, रेपो रेट 5.15% पर बरकरार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1