Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જીડીપી બે ટકા ઘટી જશે તેવો દાવો કરતા લોકો ખોટા પુરવાર : કોંગ્રેસ

કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ રોજગારીના પ્રશ્ને સરકારની થઇ રહેલી ટિકાઓનો આજે જવાબ આપ્યો હતો. જેટલીએ કહ્યું હતું કે, ડેટામાં મુલ્યાંકન કરવામાં આવ્યા બાદ સ્પષ્ટ દેખાઈ આવે છે કે, કન્સ્ટ્રક્શન સેક્ટર બેવડા આંકડા સાથે વધી રહ્યું છે. તેમના કહેવા મુજબ કન્સ્ટ્રક્શન સેક્ટર રોજગાર આપનાર ક્ષેત્ર તરીકે છે. મૂડીરોકાણમાં વધારો થઇ રહ્યો છે. સ્થાનિક રોકાણમાં પણ વધારો થઇ રહ્યો છે. પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં વધારો થઇ રહ્યો છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ હાલ રજા ઉપર રહેલા અરુણ જેટલીએ કહ્યું છે કે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેજી આવી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ ઉપર જંગી નાણા ખર્ચ થઇ રહ્યા છે. ગ્રામિણ પ્રોજેક્ટ પર ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. સામાજિક ક્ષેત્રની યોજનાઓ ખાસ કરીને નાણાંકીય સમાવેશ માટેની યોજનાઓથી સ્વરોજગાર માટેનો માહોલ સર્જાયો છે. આ રોજગાર ઉભા કરનાર સેક્ટરમાં તેજી આવી રહી છે. અરુણ જેટલીએ કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, વાજપેયી સરકારમાં નાણા મંત્રી રહી ચુકેલા યશવંત સિંહા અને પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમને તેઓ સ્પષ્ટપણે કહેવા માંગે છે કે, ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગેકૂચ કરતા અર્થતંત્ર પૈકી એક તરીકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ત્રણેય નેતાઓના દાવા ખોટા પુરવાર થઇ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા નાણાંકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં ૭.૭ ટકાનો વૃદ્ધિદર હાંસલ થયો છે. આનાથી ફરી સાબિતી મળી ગઈ છે કે, ભારત ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ માહોલ હજુ અકબંધ રહેશે. સરકારના ટિકાકારોને જવાબ આપતા જેટલીએ કહ્યું હતું કે, નોટબંધી અને ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણ બાદ ભારતીય અર્થતંત્રમાં બે ટકાનો ઘટાડો થયો નથી. એક પૂર્વ નાણામંત્રીએ કહ્યું હતું કે, નોટબંધી અને જીએસટીથી ભારત વધુ ગરીબ થશે. મનમોહનસિંહે આ મુજબનો અભિપ્રાય આપ્યો હતો. બીજી બાજુ પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાએ કહ્યું હતું કે, મોદી સરકારની નીતિથી દેશના લોકો ગરીબ થશે. જેટલીએ કહ્યું હતું કે, તેઓ એક સન્માનિત પૂર્વ નાણામંત્રીને કહેવા માંગે છે કે, સરકારની નીતિથી તેમને ભવિષ્યમાં ગરીબીમાં જીવન જીવવાની જરૂર પડશે નહીં. ફેસબુક પોસ્ટમાં જેટલીએ કહ્યું હતું કે, નોટબંધી જેવા સુધારા અને જીએસટીના અમલીકરણના મુદ્દે અમને બે ત્રિમાસિક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જે લોકો અંદાજ મુકી રહ્યા હતા કે જીડીપીમાં બે ટકાનો ઘટાડો થશે તે લોકો ખોટા સાબિત થયા છે. જેટલીએ કહ્યું હતું કે, ભારતનું ભાવિ ખુબ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે.

Related posts

જનપથથી નહીં જનમતથી સરકાર ચાલી રહી છે : મોદી

aapnugujarat

Labour Ministry to notify 8.65% rate of interest on EPF for 2018-19 : Min Gangwar

aapnugujarat

तीन साल बाद भी कायम है मोदी लहरः सर्वे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1