Aapnu Gujarat
બિઝનેસ

મોબાઇલ-બ્રોડબેન્ડ ઉપર ઇન્ટરનેટ સ્પીડ ઝડપી થશે

દેશમાં મોબાઇલ અને બ્રોડબેન્ડ નેટવર્ક ઉપર લો ઇન્ટરનેટ સ્પીડના દિવસો હવે પરિપૂર્ણ થવા જઇ રહ્યા છે. સરકાર ચાર ગણી સુધી સ્પીડને વધારવા માટે કમરકસી ચુકી છે. નેટ સ્પીડને ચારગણી વધારીને નેટ ઉપર વધારે કામ કરનાર લોકોને મોટી રાહત આપવાની તૈયારી કરી લેવામાં આવી છે. આના ભાગરુપે લઘુત્તમ નક્કી કરવામાં આવેલી ઇન્ટરનેટ સ્પીડને વર્તમાન ૫૧૨ કેબીપીએસથી વધારીને ૨ એમબીપીએસ સુધી લાવવા ચર્ચા ચાલી રહી છે. ટેલિકોમ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, આનાથી મોબાઇલ ઉપર વધારે કામ કરનાર લોકોને રાહત થશે. ટેલિકોમ સેક્રેટરી અરુણા સુંદરરાજને માહિતી આપતા કહ્યું છે કે, સરકારે ઇન્ટરનેટ સ્પીડની ધીમીગતિની નોંધ લીધી છે. દેશના જુદા જુદા ભાગોમાં ઇન્ટરનેટ યુઝરો દ્વારા પણ આની ફરિયાદ કરવામાં આવી છે. આને ધ્યાનમાં લઇને હવે ઇન્ટરનેટ સ્પીડને વધારવા ઉપર કામ થઇ રહ્યું છે. જુદા જુદા દેશોમાં મોબાઇલ નેટવર્કની વાત કરવામાં આવે તો પ્રથમ ક્રમ ઉપર સિંગાપોર છે જ્યા સરેરાશ ડાઉનલોડ સ્પીડ ૫૫.૧ એમબીપીએસ જેટલી છે જ્યારે બીજા ક્રમાંક ઉપર સ્વિડન, ત્રીજા ક્રમાંક ઉપર તાઈવાન, ચોથા ક્રમાંક ઉપર ડેનમાર્ક અને પાંચમાં ક્રમાંક ઉપર નેધરલેન્ડ છે. જ્યારે ભારત આ યાદીમાં ૧૧૯માં ક્રમાંક ઉપર છે. બે એમબીપીએસ બેઝિક મિનિમમ તરીકે છે. આમા વધારો કરવાની જરૂર છે. સ્પેક્ટ્રમની મર્યાદિત ઉપલબ્ધતાને લઇને પણ ઘણી વખત પ્રશ્નો ઉભા થઇ ચુક્યા છે. ટ્રાઇ દ્વારા પણ આ મામલે નોંધ લેવામાં આવી ચુકી છે. સરેરાશ ડાઉનલોડ સ્પીડને લઇને ભારતમાં પહેલાથી જ ચર્ચા રહી છે. ઇન્ટરનેટ સ્પીડમાં ખુબ આગળ રહેલા દેશો સાથે ભારત કોઇપણ જગ્યાએ ટકી શકે તેવી સ્થિતિમાં નથી. ભારત ફાઈવજી સર્વિસ શરૂ કરવાની તૈયારીમાં છે ત્યારે આ પ્રકારની તકલીફો જટિલ સમસ્યા સર્જી શકે છે. ટેલિકોમ સેક્રેટરીના કહેવા મુજબ ભારતને વધુ ઝડપી સ્પીડની જરૂર છે. ધીમીગતિથી ઇન્ટરનેટ સ્પીડનો મુદ્દો મોટાભાગના મોબાઇલ કસ્ટમરો માટે ચિંતાનો વિષય રહ્યો છે. ખાસ કરીને જ્યારે વિડિયો અને અન્ય સર્વિસ માટે ડાઉનલોડ સ્પીડની વાત કરવામાં આવે છે ત્યારે ભારતમાં સંતોષજનક સપાટી પણ દેખાતી નથી. આ તમામ બાબતો એ વખતે થઇ રહી છે જ્યારે ટેલિકોમ કંપનીઓ ઝડપી ફોરજી નેટવર્ક શરૂ કરી ચુકી છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રિલાયન્સ જીઓ દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી. જુની કંપનીઓ પણ આગળ વધી રહી છે.

Related posts

ઈન્કમ ટેક્સ ફાઈલ કરવાની સિસ્ટમ એક દિવસમાં પ્રોસેસ થઈ જશે

aapnugujarat

चंदा कोचर को 10 जून को ED के समक्ष पेश होने का नोटिस

aapnugujarat

ફ્લિપકાર્ટના ફાઉન્ડર સચિન બંસલે ચુકવ્યો ૬૯૯ કરોડનો ટેક્સ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1