Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૬૦૦ કંપની દેશમાં રોકાણ કરવા તૈયાર : નોકરીનો હવે વરસાદ થશે

ચીનની સૈની હેવી ઇન્ડસ્ટ્રીઝ સહિત આશરે ૬૦૦ કંપનીઓ ભારતમાં ૮૫ અબજ ડોલરનુ રોકાણ કરવા માટે તૈયાર છે. જે પ્રોજેક્ટમાં આ કંપનીઓ રોકાણ કરવા જઇ રહી છે તે પ્રોજેક્ટોમાં આશરે સાત લાખ લોકોને રોજગારી મળનાર છે. પાંચ વર્ષની અંદર જ સાત લાખ લોકોને રોજગારી આપવાની નવી યોજના તૈયાર કરી લેવામાં આવી છે. વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે સરકારની નીતિ ઇન્વેસ્ટ ઇન્ડિયા હેઠળ દેશને મુડીરોકાણના એક મહત્વના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના તમામ પ્રયાસો મોટા પાયે હાથ ધરવામાં આવી ચુક્યા છે. ભારતને રોકાણના એક કેન્દ્ર તરીકે વધુ મજબુત રીતે રજૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા હવે એવી ૨૦૦ કંપનીઓની યાદી તૈયાર કરવામાં આવી છે જે હજુ ભારતમાં કારોબાર કરી રહી નથી. ઇન્વેસ્ટ ઇન્ડિયાએ આવી ૨૦૦ કંપનીઓની યાદી તૈયાર કરવામાં આવ્યા બાદ સ્થિતીને હળવી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઇન્વેસ્ટ ઇન્ડિયાના એમડી દીપક બાગલાએ કહ્યુ છે કે અમે આગામી બે વર્ષમાં ૧૦૦ અબજ ડોલરનુ લક્ષ્ય હાંસલ કરવાની ઇચ્છા છે. આમાં પહેલાથી ચાલી રહેલા અને નવા પ્રોજેક્ટમાં રોકાણનો પણ સમાવેશ થાય છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭ના ગાળા દરમિયાન ભારતમાં સૌથી વધારે ૪૩ અબજ ડોલરનુ એફડીઆઇ રોકાણ આવ્યુ હતુ. આ રકમ આ પહેલાના વર્ષ દરમિયાન જે રકમ હતી તેના કરતા નવ ટકા વધારે છે. દુનિયાની બીજી એન્જિનિયરિગ મશીનરી મેન્યુફેકચરિંગમાં સામેલ રહેલી ચીનની સૈની હેવી ઇન્ડસ્ટ્રીઝની યોજના ૯.૮ અબજ ડોલરના રોકાણની છે. પસિફિક કન્સ્ટ્રકશન, ચાઇના ફોર્ચ્યુન લેન્ડ ડેવલપમેન્ટ અને ડૈલિયન વાંડા જેવી ચીની કંપનીઓ પણ ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. આ કંપનીઓ પૈકી મોટા ભાગની કંપનીઓ પાંચ અબજ ડોલરનુ રોકાણ કરવાની ઇચ્છા ધરાવે છે. ઇન્વેસ્ટ ઇન્ડિયાના કહેવા મુજબ જેટલા રોકાણના સંબંધમાં સંકેત મળી રહ્યા છે તેના કારણે રોજગારના એક લાખ અવસર બને તેવી શક્યતા છે. રોલ્જ રોયસની ૩.૭ અબજ ડોલરની અને ઓસ્ટ્રેલિયાની પેર્ડામેન ઇન્ડસ્ટ્રીઝની ત્રણ અબજ ડોલરની રોકાણ કરવાની યોજના છે. ઇન્વેસ્ટ ઇન્ડિયા સંભિવત રોકાણકારોના સંપર્કમાં છે અને જગ્યાની પસંદગી મામલે તેમની મદદ કરી રહી છે. મુડીરોકાણના મોટા ભાગના પ્રસ્તાવ ચીનમાંથી જ આવી રહ્યા છે. કુલ પ્રસ્તાવ પૈકી ૪૨ ટકા ચીનમાંથી, ૨૪ ટકા અમેરિકામાંથી અને ૧૧ ટકા ઇંગ્લેન્ડમાંથી આવ્યા છે. એનર્જી અને વેસ્ટ મેનેજમેન્ટના ૭ેત્રમાં આ કંપનીઓએ સૌથી વધારે ઉત્સાહ દર્શાવ્યો છે. આના બાદ કન્સ્ટ્‌કશન અને ઇ-કોમર્સ કંપનીઓ પણ રસ લઇ રહી છે. ઇન્વેસ્ટ ઇન્ડિયાની ટીમમાં હાલમાં મોદી સાથે વાતચીત કરીને તેમને ભારતમાં આવનાર કંપનીઓની માહિતી આપવામાં આવી ચુકી છે. બાગલાએ કહ્યુ છે કે એક રીતે અમે જુદા જુદા મામલે રોકાણકારોને મદદ કરી રહ્યા છીએ. અમે એફડીઆઇ માટે કટિબદ્ધ છીએ. મોદી પહેલાથી જ કહી ચુક્યા છે કે રેડ ટેપને રોકાણકારો માટે રેડ કાર્પેટમાં ફેરવી દેવાની જરૂર દેખાઇ રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભિુએ કહ્યુ છે કે રોકાણને વધારી દેવા માટે સરકારના દ્રષ્ટિકોણને બદલી નાંખવાની જરૂરીયાત પણ દેખાઇ રહી છે. ઇન્વેસ્ટ ઇન્ડિયાએ કહ્યુ છે કે રોકાણને વધારી દેવા માટે સંભવિત રોકાણકારો સાથે સંપર્ક કરવામાં આવનાર છે. ઇન્વેસ્ટ ઇન્ડિયાનુ કહેવુ છે કે છેલ્લા બે વર્ષમાં ૧૧૪ દેશોના એક લાખથી વધારે રોકાણકારોને પ્રશ્નો કરવામાં આવી ચુક્યા છે. તેનુ કહેવુ છે કે તે તમામ શરતને પાળીને કંપનીઓની મદદ કરી શકે છે.

Related posts

અબુ દુજાનાની જગ્યા પર અબુ ઇસ્માઇલ તોઇબાનો કમાન્ડર

aapnugujarat

રાજ્યસભામાં સર્વાનુમતે નૌકાદળ (ન્યાયક્ષેત્ર અને દરિયાઈ દાવાઓની પતાવટ) ખરડો, ૨૦૧૭ પસાર થયો

aapnugujarat

ઉદ્ધવ ઠાકરેએ ભાજપાને મહારાષ્ટ્રના ખેડૂતોને સંપૂર્ણ કર્જમુક્તિ મામલે આપી આકરી ચેતવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1