Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકારે લોકપાલ કાયદાને નબળો બનાવ્યો : અણ્ણા હજારે

ભ્રષ્ટાચારના વિરોધી અને ભ્રષ્ટાચારને દૂર કરવા લોકપાલની નિમણૂકના તરફદાર અણ્ણા હજારેએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મોદી સરકારે લોકપાલ કાયદાને બને તેટલો નબળો બનાવી દીધો છે. સરકારે નિયમ અને કાયદામાં ૪૦ જેટલા એવા ફેરફાર કર્યા છે કે જેને કારણે ભ્રષ્ટાચારને સમર્થન મળે છે. રાજ્યસભામાં વિરોધપક્ષ બહુમતીમાં હોવાથી આ ફેરફાર સાથેનાં વિધેયકને નાણાકીય વિધેયકના રૂપમાં બહાલી આપી દીધી. દેશભરનાં લોકો અમિત શાહના પુત્ર જય શાહની ચર્ચામાં વ્યસ્ત હતાં ત્યારે અણ્ણાના ગામ રાલેગણ ખાતે ગાંધીવાદીઓ અણ્ણાનાં આગામી આંદોલનની રૂપરેખા ઘડવામાં વ્યસ્ત હતાં. અણ્ણાને લોકપાલ વિધેયક અને તે માટે થઈ ચૂકેલાં આંદોલન વિષે પુછાતાં તેમણે કહ્યું હતું કે લોકપાલ કાયદો હજી અસ્તિત્વમાં જ નથી. મનમોહન સરકારે જેમ છેતરપિંડી કરી હતી તેવી જ છેતરપિંડી મોદી સરકારે કરી છે. હાલમાં જે લોકપાલ કાયદો અમલમાં છે તેનાથી ભ્રષ્ટાચારમાં ખાસ ફરક પડવાનો નથી.અણ્ણા હજારેને પૂછવામાં આવ્યું હતું કે તેમણે કરેલાં આંદોલનનો લાભ ચૂંટણીમાં ભાજપને થયો હતો, તો જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તેમનાં આંદોલનનાં નિશાન પર કોઈ રાજકીય પક્ષ નહોતો. હકીકતે મોદીએ મોટાં મોટાં વચનો આપ્યાં હતાં. વિદેશમાંથી કાળું નાણં પાછું આવશે તો દરેકનાં ખાતામાં રૂપિયા ૧૫ -૧૫ લાખ રૂપિયા આવશે. એવાં ઘણાં વચન તો આપ્યાં પણ લોકો માત્ર પ્રતીક્ષા કરતાં રહ્યાં.

Related posts

एलजेपी ने कल बुलाई केंद्रीय संसदीय बोर्ड की बैठक, चिराग ले सकते हैं बड़ा फैसला

editor

कर्नाटक चुनाव : बीजेपी के ८२ उम्मीदवारों की दूसरी लिस्ट जारी

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં જૈશના બે ત્રાસવાદી હથિયારો સાથે પકડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1