Aapnu Gujarat
રમતગમત

એશિયા કપ હોકી : પાક પર ભારતની ૩-૧થી જીત થઇ

એશિયા કપ હોકીની પુલએની મેચમાં ભારતે આજે પાકિસ્તાન ઉપર ૩-૧થી જીત મેળવી હતી. આજે ૧૦મી એશિયન હોકી સ્પર્ધાની મેચમાં ભારતીય ખેલાડીઓ છવાયેલા રહ્યા હતા. જાપાન ઉપર ૫-૧ અને યજમાન બાંગ્લાદેશ ઉપર જીત મેળવ્યા બાદ એમ માનવામાં આવી રહ્યું હતું કે, પાકિસ્તાન સામેની મેચ મુશ્કેલરુપ રહેશે પરંતુ ભારતે પાકિસ્તાન સામે પણ જોરદાર દેખાવ કર્યો હતો અને પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. ભારતે એશિયા કપ હોકી સ્પર્ધામાં પોતાની તમામ ત્રણેય મેચોમાં જીત મેળવીને શાનદાર જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ભારતે આજે રમાયેલી મેચમાં તમામ ક્ષેત્રોમાં ધરખમ દેખાવ કર્યો હતો. ભારત તરફથી સી સિંહે ૧૭મી મિનિટમાં, રમણદીપસિંહે ૪૪મી મિનિટમાં અને હરમનપ્રીતસિંહે ૪૫મી મિનિટમાં ગોલ કર્યા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ ૪૯મી મિનિટમાં અલી શાન દ્વારા કરવામાં આવ્યો હતો. આ જીતની સાથે જ ભારત નવ પોઇન્ટ સાથે પુલએમાં પ્રથમ સ્થાન ઉપર છે. જ્યારે પાકિસ્તાન ચાર પોઇન્ટ સાથે બીજા સ્થાન પર છે. ભારત અને પાકિસ્તાન બંને ટુર્નામેન્ટના રાઉન્ડ રોબીન સુપર ૪ તબક્કામાં આગેકૂચ કરી લીધી છે. જાપાને યજમાન બાંગ્લાદેશ ઉપર ૩-૧થી જીત મેળવી હોવા છતાં જાપાન આગામી તબક્કામાં પહોંચી શક્યું નથી. કારણ કે તેની ગોલ અંતરના આધારે પાકિસ્તાન સામે હાર થઇ હતી. પાકિસ્તાનને આજે સારી તક મળી હતી. ભારતે શરૂઆતથી જ જોરદાર રમત રમી હતી. તમામ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો હતો. પાકિસ્તાનને પણ પેનલ્ટી કોર્નરની તક મળી હતી પરંતુ યુવા ભારતીય ગોલકીપર સુરજ કરકેરાએ પાકિસ્તાનને તક આપી ન હતી. ખુબ જ નજીકના રેંજથી પાકિસ્તાનના આતીકના શોર્ટને રોકવામાં તેણે સફળતા મેળવી હતી. ભારતે પ્રથમ પેનલ્ટી કોર્નર મેળવ્યો હતો.

Related posts

मंजु रानी हारी

aapnugujarat

ભારત – ન્યુઝીલેન્ડ વચ્ચે આજે બીજી ટી-ટ્‌વેન્ટી મેચ ખેલાશે

aapnugujarat

टी-20 विश्व कप का होना मुश्किल : इरफान

editor

Leave a Comment

UA-96247877-1