Aapnu Gujarat
Uncategorized

સોમાલિયામાં બે બ્લાસ્ટમાં ૧૮૯ મોત : ૨૦૦ ઘાયલ

સોમાલિયાના પાટનગર મોગાદિશુમાં આજે કરવામાં આવેલા પ્રચંડ બ્લાસ્ટમાં મોતનો આંકડો વધીને ૧૮૯ ઉપર પહોંચી ગયો છે. હજુ પણ અનેક લોકો ઘાયલ છે. સોમાિલિયાના પાટનગરમાં સૌથી શક્તિશાળી બ્લાસ્ટ તરીકે આને ગણવામાં આવે છે. વર્ષ ૨૦૦૭માં અહીં ત્રાસવાદી ઘટનાઓની શરૂઆત થયા બાદથી હજુ સુધીના સૌથી મોટા અને વિનાશક હુમલા તરીકે આને ગણવામાં આવે છે. કે-૫ ઇન્ટર સેક્શન પર એક હોટલની બહાર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં સરકારી ઓફિસો, રેસ્ટોરન્ટ, ટેલિફોન બૂથ અને અનેક ઇમારતો આવેલી છે. બ્લાસ્ટના કારણે વિસ્તારમાં અનેક વાહનોમાં આગ ફાટી નિકળી હતી. બે કલાક બાદ મેદિના જિલ્લામાં વધુ એક બ્લાસ્ટ થયો હતો. પોલીસના કહેવા મુજબ આ બેવડા બ્લાસ્ટમાં મોતનો આંકડો ૧૮૯ ઉપર પહોંચી ગયો છે. ઘાયલ થયેલાઓની સંખ્યા ૨૦૦થી પણ વધુ આંકવામાં આવી છે. આ ઘટનાની જવાબદારી હજુ સુધી કોઇપણ સંગઠને સ્વિકારી નથી પરંતુ રક્તરંજિત સોમાલિયાના ઇતિહાસમાં આ પ્રકારના બ્લાસ્ટને અલકાયદા સાથે જોડાયેલા અલ સબાબ સંગઠન દ્વારા અંજામ આપવામાં આવ્યા છે. આ સંગઠન સંયુક્ત રાષ્ટ્ર સમર્પિત સરકાર અને આફ્રિકી યુનિયનના સાથીઓની સામે યુદ્ધ છેડવામાં આવેલો છે. બળવો કરીને સત્તા પોતાના હાથમાં લેવાની પણ તેની યોજના રહેલી છે. આ સંગઠનનું મોગાદિશુ ઉપર અંકુશ હતું પરંતુ દબાણના કારણે ૨૦૧૧માં તેને કબજાને છોડી દેવાની ફરજ પડી હતી. ઘાયલ થયેલા ૨૦૦ પૈકી અનેકની હાલત ગંભીર છે. અનેક લોકો ખરાબરીતે દાઝી ગયા છે. મોતનો આંકડો વધી શકે છે. ખુબજ ભરચક વિસ્તારને ટાર્ગેટ બનાવીને ટ્રક મારફતે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તો પૈકીના અનેક ગંભીર હોવાથી આને લઇને પણ તંત્ર ચિંતાતુર છે. સોમાલિયાના પ્રમુખ અબ્દુલ્લાહી મોહમ્મદે ત્રણ દિવસના શોકની જાહેરાત કરી હતી. બ્લાસ્ટથી અનેક મકાનો ધરાશાયી થઇ ગયા હતા.

Related posts

મોટી પાનેલી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

editor

ધોરાજી ભાદર ડેમ- ૨ના ૩ દરવાજા ખોલાયા

editor

સૌરાષ્ટ્ર કેમીકલ્સ કંપની દ્વારા પોરબંદરના દરિયામાં કેમિકલયુકત પાણી છોડાતાં હજારો માછલીના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1