Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તલવાર દંપત્તિ સોમવારે દસના જેલથી મુક્ત થશે

વર્ષ ૨૦૦૮ના સનસનાટીપૂર્ણ આરુષિ અને નોકર હેમરાજ હત્યા કેસમાં હાલમાં જ નિર્દોષ છુટેલા તલવાર દંપત્તિને સોમવારના દિવસે દસના જેલમાંથી મુક્ત કરવામાં આવી શકે છે. તલવાર દંપત્તિના વકીલ તનવીર મિર અહેમદ દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી છે. દસના જેલમાંથી રાજેશ અને નુપુર તલવારની મુક્તિની શક્યતા તેનાથી પહેલા દેખાઈ રહી નથી. કારણ કે, હજુ સુધી અમને કોર્ટના આદેશની નકલ મળી નથી જેથી આ પ્રક્રિયા સોમવારે હાથ ધરાશે. આવતીકાલે બીજો શનિવાર છે. તલવાર દંપત્તિ બેવડી હત્યાના સંદર્ભમાં નવેમ્બર ૨૦૧૩થી દસનાની જેલમાં છે. દસના જેલ અધિકારી દાધીરામ મોર્યએ કહ્યું છે કે, અદાલતી આદેશ અમને મળ્યો નથી. આદેશ મળ્યા બાદ જ તેમને મુક્ત કરવામાં આવશે. જેલમાંથી કેદીને મુક્ત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની બે પદ્ધતિ રહેલી છે. ૯૦ ટકા કેસોમાં પોસ્ટ મારફતે કોપી મળે છે. જ્યારે આદેશની હાર્ડ કોપી અમને મળે છે ત્યારે તેમને છોડવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્હાબાદ હાઈકોર્ટે ગઇકાલે ગુરુવારના દિવસે રાજેશ અને નુપુર તલવારને મોટી રાહત આપી દીધી હતી. મામલાની તપાસમાં અનેક ખામીઓનો ઉલ્લેખ કરીને કોર્ટે તલવાર દંપત્તિને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો હતો. તલવાર દંપત્તિએ આજીવન કારાવાસની સજા સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ગઇકાલે હાઈકોર્ટે જ્યારે નિચલી કોર્ટના ચુકાદાને બિલકુલ બદલી કાઢ્યો હતો. આશરે ૯ વર્ષ પહેલા નોઇડાના સેક્ટર ૨૫ સ્થિત જલવાયુવિહારમાં થયેલા આ હત્યાના રહસ્યને લઇને પોલીસે તપાસ કરી હતી. ત્યારબાદ હોબાળો મચી ગયા બાદ સીબીઆઈની બે ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. ગાઝિયાબાદ સ્થિત ખાસ સીબીઆઈ કોર્ટે ૨૬મી નવેમ્બર ૨૦૧૩ના દિવસે રાજેશ, નુપુરને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આનાથી એક દિવસ પહેલા તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તલવાર દંપત્તિની અરજી ઉપર જસ્ટિસ બીકે નારાયણ અને જસ્ટિસ એકે મિશ્રાની બેંચે ૭મી સપ્ટેમ્બરના દિવસે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ચુકાદા સાંભળવાની તારીખ ત્યારબાદ ૧૨મી ઓક્ટોબરના દિવસે નક્કી કરાઈ હતી. મે ૨૦૦૮માં નોઇડાના જલવાયુવિહાર વિસ્તારમાં આરુષિનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં શંકાની સોય નોકર હેમરાજ તરફ ગઇ હતી પરંતુ બે દિવસ બાદ તેનો મૃતદેહ પણ છત ઉપરથી મળી આવ્યો હતો. ઉત્તરપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી માયાવતીએ મામલાની તપાસ સીબીઆઈને સોંપી હતી. તત્કાલિન આઈજી ગુરદર્શન સિંહે ૨૩મી મે ૨૦૧૫ના દિવસે નોઇડા પોલીસ તરફથી કરવામાં આવેલી તપાસને ટાંકીને કહ્યું હતું કે, રાજેશ તલવારે આરુષિ અને હેમરાજને વાંધાજનક સ્થિતિમાં નિહાળી હતી જેને લઇને પહેલા હેમરાજની અને ત્યારબાદ આરુષિની હત્યા કરી દીધી હતી.

Related posts

જાન્યુઆરી માસમાં પાકિસ્તાને ૧૩૪ વખત કર્યો ગોળીબાર : રિપોર્ટ

aapnugujarat

यूको बैंक ने यश बिड़ला को ‘विलफुल डिफॉल्टर’ घोषित किया, नहीं चुकाया 67 करोड़ रुपए का कर्ज

aapnugujarat

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, ભારતીય નાગરિકતા પર માહિતી મંગાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1