Aapnu Gujarat
રાષ્ટ્રીય

બરાલા કેસ : ભાજપ નેતાના પુત્રની વિરૂદ્ધ આરોપ ઘડાયા

હાઈપ્રોફાઇલ બરાલા પ્રકરણમાં હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાના પુત્ર વિકાસ બરાલાને મોટો ફટકો પડ્યો છે. ચંદીગઢ જિલ્લા કોર્ટે વિકાસ બરાલા અને તેમના સાથી આશીષ ઉપર શરાબના નશામાં ગાડી ચલાવીને હરિયાણાના આઈએએસની પુત્રી વર્ણિકાનો પીછો કર્યો હતો અને અપહરણ કરવાના મામલામાં આજે તેમની સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓ ઉપર ૩૫૪ડી, ૩૬૫-૫૧૧ અને ૩૪૧ને યોગ્ય ગણીને આરોપો ઘડ્યા છે. હવે બંને આરોપીઓની સામે કેસ ચાલશે અને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ સજા પણ કરવામાં આવશે. બંને આરોપી મામલામાં જામીન માટે પ્રયાસ કરી ચુક્યા છે પરંતુ તેમના પ્રયાસ સફળ રહ્યા નથી. આજે મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. હજુ સુધીની કાર્યવાહીના આધાર પર આરોપો ઘડવામાં આવ્યા છે. ૪-૫ ઓગસ્ટની રાત્રે વિકાસ બરાલા અને તેના સાથી આશીષ શરાબના નશામાં એક યુવતીનો પીછો કર્યો હતો. ત્યારબાદ તેને રોકવાના પ્રયાસ કર્યા હતા. છેડછાડના પ્રયાસ કર્યા હતા. મોડેથી માહિતી મળી કે, આ ભોગ બનેલી યુવતી હરિયાણાના સિનિયર આઈએએસ વીએસ કુંડુની પુત્રી વર્ણિકા છે. વર્ણિકાએ બનાવના દિવસે જ આ મામલાની ફરિયાદ તો પીસીઆરને કરી દીધી હતી અને આરોપીઓને પકડી લેવાયા હતા. પોલીસે શરૂઆતમાં રાજકીય દબાણના લીધે નજીવી કલમો લાગૂ કરી હતી પરંતુ મામલો ગંભીર બનતા બંનેની ધરપકડ કરાઈ હતી.

Related posts

સાહસ-સંકલ્પ છે તો સિન્ડીકેટ તૂટી શકે : મોદી

aapnugujarat

रुस-चीन साथ मिलकर पैसेंजर एयरक्राफ्ट बनाएंगे

aapnugujarat

મોદી ગુજરાતીઓ દ્વારા દેશ પર શાસન કરવા માંગે છે : ખડગે

editor

Leave a Comment

UA-96247877-1