Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જાન્યુઆરી માસમાં પાકિસ્તાને ૧૩૪ વખત કર્યો ગોળીબાર : રિપોર્ટ

જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા બેફામ ગોળીબારે પંદર વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પાકિસ્તાન તરફથી જાન્યુઆરીમાં ૧૩૪ વખત શસ્ત્રવિરામ ભંગ કરવામાં આવ્યું છે.ફાયરિંગ કરીને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવા પાકિસ્તાનની કુટેવ છે. તાજેતરના દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીરના સીમાવર્તી વિસ્તારોમાં તણાવ ચાલી રહ્યો છે. બંને તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં ઘણું નુકસાન થયું છે. આંકડાઓ પ્રમાણે, તાજેતરના દિવસોમાં યુદ્ધવિરામ ભંગના મામલાઓએ પંદર માસનો એક રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ૨૦૧૮ના જાન્યુઆરી માસમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગે પંદર વર્ષનો રેકોર્ડ તોડ્યા છે. ૨૦૧૮માં ૨૧ જાન્યુઆરી સુધીમાં પાકિસ્તાને ૧૩૪થી વધુ વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો છે.પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગની ઘટનાઓ કેટલી હદે વધી છે. તેનો અંદાજો જૂના વાર્ષિક આંકડા જોવાથી મળી શકે છે. ૨૦૧૭માં ૮૬૦, ૨૦૧૬માં ૨૭૧ અને ૨૦૧૫માં ૩૮૭ વખત પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે દાવો થઈ રહ્યો છે કે ૨૧૮થી વધુ આતંકવાદીઓ ઠાર થયા છે. જો કે જમ્મુ-કાશ્મીરમાં ૬૧ ભારતીય સૈનિકો શહીદ થયા છે.ગત પાંચ દિવસોમાં પાકિસ્તાન દ્વારા જમ્મુના પાંચ જિલ્લાઓ-કઠુઆ, સામ્બા, પુંછ અને રાજૌરી સહીતના પાંચ જિલ્લાઓમાં ગોળીબાર કરવામાં આવ્યો છે. જેમાં છ નાગરિકોના મોત નીપજ્યા છે. તો સેનાના ત્રણ અને બીએસએફના બે જવાનો શહીદ થયા છે. તાજેતરના ફાયરિંગમાં જમ્મુ સરહે પાકિસ્તાનના ગોળીબારમાં કુલ ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. તણાવને કારણે લગભગ ૪૦ હજાર લોકોને પોતાના ઘરબાર છોડીને સુરક્ષિત ઠેકાણાઓમાં શરણ લેવા માટે મજબૂર થવું પડ્યું છે.૨૦૦૩માં ભારત અને પાકિસ્તાને લાઈન ઓફ કંટ્રોલ પર શાંતિ જાળવવા માટે યુદ્ધવિરામ ભંગની ઘોષણા કરી હતી અને સરહદ નક્કી કરવા માટે એકસાથે મળીને કામ કરવા સંમત થયા હતા. જો કે જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગ કરીને શસ્ત્રવિરામનો છડે ચોક ભંગ થતો આવ્યો છે.

Related posts

કલમ ૩૫એ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી ગઈ

aapnugujarat

વડાપ્રધાનને પનોતી કહેવાનું કોંગ્રેસને ભારે પડ્યું

aapnugujarat

શત્રુઘ્ન હવે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1