Aapnu Gujarat
Uncategorized

૩૦.૮૦ કરોડનાં ખર્ચે નિર્મિત ગીર-સોમનાથ જિલ્લા સેવા સદનનું લોકાર્પણ સાર્વત્રીક વિકાસ એ વર્તમાન સરકારની પ્રતિબધ્ધતા છે : મંત્રીશ્રી જશાભાઇ બારડ

૨૦૧૩ ની ૧૫મી ઓગષ્ટથી કાર્યરત ગીર-સોમનાથ જિલ્લાનાં ૬ તાલુકાની ૧૨ લાખથી વધુ વસ્તી માટે રૂા. ૩૦.૮૦ કરોડનાં ખર્ચે નિર્મિત અધતન જિલ્લા સેવા સદનનું ઇણાજ ખાતે આજે પાણી-પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જશાભાઇ બારડે ઉત્સાહપૂર્ણ માહોલમાં લોકાર્પણ કર્યું હતું.

ભુકંપ પ્રુફ, આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચર, વોટર હારવેસ્ટીંગ, ઇન્ટરનલ રોડ, પાર્કિંગ તેમજ સંપૂર્ણ હવા ઉજાસ યુક્ત આ અધતન બિલ્ડીંગમાં ૧,૧૫,૪૨૦ ચો.મી.ની કુલ બાંધકામ કરાયું છે. જેમાં જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા માહિતી કચેરી, જિલ્લા રમત-ગમત કચેરી, બાંધકામ વિભાગ ઉપરાંત જિલ્લાની તમામ મહત્વની કચેરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગીર-સોમનાથ જિલ્લાનાં લોકોને અધતન સેવા સદન લોકાર્પીત કરી મંત્રીશ્રી જશાભાઇ બારડે કહ્યું કે, આજે એક જ દિવસમાં રૂા. ૫૦ કરોડ ઉપરનાં વિકાસકામોનું ગીર-સોમનાથ જિલ્લામાં લોકાર્પણ/ખાતમુહૂર્ત થઇ રહ્યું છે. અમારા માટે આ વિકાસ છે. અમારા માટે વિકાસ એ જન-જન નો વિકાસ છે. છેવાડાનાં એક-એક નાગરિકોને તેનાં ફળ મળવા એ અમારા માટે વિકાસ છે. અર્થાત સાર્વત્રીક વિકાસ એ વર્તમાન સરકારની પ્રતિબધ્ધતા છે.

પ્રવાસન નિગમનાં ડીરેકટરશ્રી ઝવેરીભાઇ ઠકરારે ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં ઉડીને આંખેવ વળગે તેવો વિકાસ થયો છે. તેમ જણાવી કહ્યું કે, વિકાસ એ આ સરકારની સંસ્કૃતિ છે.આ પ્રસંગે ૩૮૬ ઉજજવલા યોજાના અંતર્ગત  ગેસ કનેકશન  પુરવઠા કચેરી ધ્વારા વિતરણ કરાયા હતા. જિલ્લામાં અત્યાર સુધિમાં ૨૨૫૬૧ ઉજજવલા યોજનાના ગેસ કનેકશન આપવામાં આવ્યા છે. તેમ જિલ્લા પુરવઠા અધિકારી શિતલબેા પટેલે જણાવ્યુ હતુ.

મંત્રીશ્રી જશાભાઇ બારડ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ જિલ્લા સેવા સદનનું તલસ્પર્સી નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્માએ સ્વાગત પ્રવચન અને કાર્યપાલક ઇજનેરશ્રી ભરત જોષીએ સેવા સદનનાં બાંધકામની રૂપરેખા આપી હતી. આભાર દર્શન અધિક કલેકટરશ્રી એચ.આર.મોદીએ અને કાર્યક્રમનું સંચાલન પ્રો.જીવાભાઇ વાળાએ કર્યું હતું. પોરબંદરની મેર રાસ મંડળીએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મણીબેન રાઠોડ, વેરાવળ નગરપાલિકા પ્રમુખશ્રી જગદીશભાઇ ફોફંડી, પ્રોબેશનલ કલેકટરશ્રી ઓમ પ્રકાશ, પ્રાંત અધિકારી શ્રી પ્રદિપસિ;હ રાડોડ, વેરાવળ-પાટણ નગરપાલિકા ઉપપ્રમુખશ્રી જયદેવભાઇ જાની, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બાબુભાઇ પરમાર, ઇણાજનાં સરપંચશ્રી રમેશભાઇ ઝાલા, અગ્રણી મહેન્દ્રભાઇ પીઠીયા, ધીરૂભાઇ, લખમભાઇ ભેસલા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.

Related posts

ગીરમાં સિંહો માટે હોસ્પિટલ બનાવવા તૈયારી

aapnugujarat

ટીવી, એસી અને ફ્રીજ ઉપર હાલ લોકોને બંપર છુટછાટ

aapnugujarat

દિયોદર ખાતે ધી અરિહંત ક્રેડીટ કો.ઓપ સોસાયટી લિ.ની ૧૮મી વાર્ષિક સાધારણ સભા મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1