Aapnu Gujarat
Uncategorized

ઈણાજ ખાતે રૂા.૭૨૪.૯૯ લાખના ખર્ચે નિર્મિત ગીર સોમનાથ જિલ્લાની પ્રથમ મોડેલ સ્કુલનુ મંત્રીશ્રી જશાભાઈ બારડના હસ્તે લોકાર્પણ

ઈણાજ ખાતે રૂા. ૭૨૪.૯૯ લાખના ખર્ચે નિર્મિત ગીર સોમનાથ જિલ્લાની પ્રથમ મોડેલ સ્કુલનું પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી જશાભાઈ બારડે આજે લોકાર્પણ કર્યું હતું. એક જ સંકુલમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુવિધા સાથેની રાજ્યની આ પ્રથમ કમ્પોઝીટ સ્કુલ છે. ૨૪૩૭૫ ચો.મી. કેમ્પસ વિસ્તાર ધરાવતી આ સ્કુલમાં  છ એકરનું વિશાળ મેદાન ઈ-પુસ્તકાલય વિજ્ઞાન ગણિત અને કોમ્યુટર લેબોરેટરી સહિતની અધતન સૂવિધા છે.

મોડેલ સ્કુલના કેમ્પસમાં ધોરણ ૬ થી ૧૨ ના શિક્ષણની સૂવિધા સાથે ૧૦૦ કન્યાઓને રહેવા-જમવાની સૂવિધા સાથે અધતન હોસ્ટેલ પણ કાર્યરત કરવામાં આવી છે. ૧૩ વિશાળ ક્લાસરૂમ, લેબ  ફિઝીકસ રૂમ, લેબ ઇકવીપેન્ટના ત્રણ રૂમ, લાઈબ્રેરી, ફિઝીક્સ રૂમ સહિત કુલ ૩૫ રૂમનું બાંધકામ કરાયું છે. જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં રીડીંગ રૂમ, એકટીવીઠી રૂમ, લીવીંગ રૂમ સહિત કુલ ૩૪ રૂમનું બાંધકામ કરવામા આવ્યું છે.

આ પ્રસંગે પ્રવાસન નિગમનાં ડીરેકટરશ્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્મા, અધિક કલેકટરશ્રી એચ.આર.મોદી, કાર્યપાલક ઇજનેરશ્રી ભરત જોષી,  જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દાફડા,  રમેશભાઇ ઝાલા શાળાના આચાર્ય શ્રીમતી વાછાણી સહિત અધિકારીઓ પદાધિકારઓ ઉપસ્થિત રહયા હતા. આ શાળાની વિધાર્થીની બેલીમ અલ્ફીના, સેવરા હિનાએ સુવિધાસભર બિલ્ડીંગ મળવા બદલ આનંદની લાગણી વ્યકત કરી હતી

Related posts

પ્રભાસપાટણની રેફરલ હૉસ્પિટલ પાણી પાણી

editor

રાજકોટ બેઠક ભાજપે છેલ્લી ચૂંટણીમાં મોટા અંતરથી જીતી

aapnugujarat

આંબલિયાળઆનાં ભરત ગોહિલ મર્ડર કેસનો આરોપી ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1