Aapnu Gujarat
ગુજરાત

૧૫ ઓક્ટોમ્‍બરના રોજ નડિયાદના વિવિધ પરીક્ષા કેન્‍દ્રો ખાતે પોલીસ ઇન્‍સ્‍પેક્ટર (બિન હથિયાર ધારી) વર્ગ-૨ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા યોજાશે

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્ધારા આગામી તા.૧૫મી ઓક્ટોમ્‍બર, ૨૦૧૭ના રોજ ૧૪.૦૦ કલાકથી ૧૭.૦૦ કલાકના સમયગાળા દરમ્‍યાન પોલીસ ઇન્‍સ્‍પેક્ટર (બિન હથિયાર ધારી) વર્ગ-૨ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા કેન્‍દ્રો જેવા કે, (૧) ડી.પી.દેસાઇ હાઇસ્‍કુલ, કોલેજ રોડ, નડિયાદ (૨) ન્‍યુ ઇગ્‍લીશ સ્‍કુલ, યુનિટ-૧ અને ૨, રેલ્‍વે સ્‍ટેશન પાછળ, નડિયાદ (૩) જવાહર વિદ્યાલય, યુનિટ-૧ અને યુનિટ-૨, કપડવંજ રોડ, નડિયાદ (૪) જીવન વિકાસ હાઇસ્‍કુલ, આશ્રમ રોડ, નડિયાદ (૫) વિઝન ઓફ સાયન્‍સ, હાઇસ્‍કુલ,  આશ્રમ રોડ, નડિયાદ (૬) સંતરામ ગર્લ્‍સ હાઇસ્‍કુલ, યુ-૧ નડિયાદ (૭) સેંટ મેરી હાઇસ્‍કુલ, વૈશાલી સિનેમા પાસે, યુનિટ-૧ અને ૨, નડિયાદ (૮) ઘનશ્‍યામ વિદ્યાલય, મંજીપુરા રોડ, નડિયાદ (૯) યુનિક ઓફ સાયન્‍સ, મું. ટુંડેલ, ડભાણ હાઇવે, તા.નડિયાદ (૧૦) ખુશ્‍બુ હાઇસ્‍કુલ, મરીડા ભાગોળ, નડિયાદ (૧૧) સંત અન્‍ના હાઇસ્‍કુલ, યુ-૧ અને યુ-૨, કપડવંજ રોડ, નડિયાદ અને (૧૨) સી.એમ.પટેલ, હાઇસ્‍કુલ, મું. ડભાણ, તા.નડિયાદ ખાતે યોજાનાર હોય ત્‍યારે આ પરીક્ષાઓનું સંચાલન સરળતાથી થાય, અસામાજીક તત્‍વોના ત્રાસ અને ભય વગર ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કાર્ય કરે અને પરીક્ષાર્થીઓ શાંત અને સૌહાદપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાથી તથા ગેરરીતિ કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપે તે માટે અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી કે.જે.રાઠોડ, જી.એ.એસ., ખેડા જિલલો, નડિયાદએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ ઉપરોક્ત દર્શાવેલ પરીક્ષા કેન્‍દ્રો તેમજ તેની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ મકાનો, જગ્‍યા, સ્‍થળ અને વિસ્‍તાર તેમજ પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય, અન્‍ય કોઇ બિનઅધિકૃત માણસોએ પ્રતિબંધિત વિસ્‍તારમાં દાખલ થવા પર, કોઇપણ ઇસમે કોઇપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સાધી કે આડકતરી મદદગારી કરવા પર, પરીક્ષાર્થીઓને શાંતિ અને લેખનકાર્યમાં અડચણ–વિક્ષેપ-ધ્‍યાનભંગ થાય તેવા કૃત્‍યો કરવા કે કરાવવા પર, કોઇપણ દુષ્‍પ્રેરણ કે પ્રયાસમાં ફરજો પરના સુપરવાઇઝરી સ્‍ટાફ કે ખાસ તપાસણી માટેના સ્‍ક્વોડના માણસોએ સામેલ થવા પર, પ્રમાણિકપણે ફરજો બજાવવામાં કોઇ પ્રકારની ઉદાસીનતા સેવવા પર, પરીક્ષા સંબંધિ ચોરીમાં મદદરૂપ થાય તેવી કોઇપણ વસ્‍તુ પર, ઇલેક્ટ્રોનિક આઇટમ જેવી કે, ફેક્સ, ડુપ્‍લીકેટીંગ, ઝેરોક્ષ મશીન, કોપીયર કે નકલ થઇ શકે તેવા કોઇપણ ઉપકરણો, સેલ્‍યુલર ફોન, મોબાઇલ, પેજર, હેન્‍ડસેટ, વોકીટોકી કે કોર્ડલેસ ફોન, પુસ્‍તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું કે તે કરાવવામાં ફરજો પરના સબંધિત તમામ માણસોએ મદદગારી કે દુષ્‍પ્રેરણ કરવા પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે તેમ અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, ખેડા-નડિયાદના એક જાહેરનામા દ્ધારા જણાવાયું છે.

Related posts

૧૨ ડિસેમ્બરે મોટેરા સ્ટેડિયમમાં નવા મંત્રીઓની શપથવિધિ થશે

aapnugujarat

वरमोर गांव में दलित युवक की हत्या में युवती के चचेरे भाई की गिरफ्तारी

aapnugujarat

બોટાદ SP અને DYSPના નેતૃત્વમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયુ

editor

Leave a Comment

UA-96247877-1