Aapnu Gujarat
ગુજરાત

મહીસાગર જિલ્લામાં ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયની કેન્દ્રીય ટિમ દ્વારા યોજનાઓનું જિલ્લાના તાલુકાઓની ગ્રામપંચાયતોમાં સરકારની વિવિધ યોજનાઓના કામોની ચકાસણી કરવામાં આવશે

મહીસાગર જિલ્લામાં ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયની કેન્દ્રીય ટીમ અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના ડી.આર.ડી.એના નિયામકશ્રી આર.એમ.પંડ્યાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ  બેઠકમાં મહીસાગર જિલ્લાના તાલુકાઓની ગ્રામપંચાયતોમાં સરકારની વિવિધ યોજનાઓ દ્વારા થયેલ કામોની કેન્દ્રીય ટીમ દ્વારા કડાણા, ખાનપુર, વિરપુર અને બાલાસિનોર તાલુકાઓનીગ્રામપંચાયતમાં ૧૦ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર ૨૦૧૭ સુધી ચકાસણી કરવામાં આવશે.

આમ ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, નવી દિલ્હીની યોજનાઓ હેતુ નેશનલ લેવલ રાજસ્થાનની ભારતી વિકાસ સંસ્થાનના મોનીટર શ્રી મનોજ દીક્ષિત વ ડો.કૈલાસ મોઢે દ્વારા મનરેગા, એન.આર.એલ.એમ, સ્વચ્છતા મિશન, ગ્રામીણ આવાસ, કૃષિ સિંચાઈ,સાંસદ આદર્શ ગ્રામ, ડિજીટલ લેન્ડ રેકોર્ડ, સામાજિક સુરક્ષા, પ્રધાનમંત્રી ગ્રામ સડક, ગ્રામીણ કૌશલ વિકાસમાં મંત્રાલય દ્વારા આપેલ દિશા-નિર્દેશાનુસાર ક્રિયાન્વયન, લાભાર્થીઓની પસંદગીમાં પારદર્શિતા, સૃજિત પરિસંપત્તિઓની સામુદાયિક ઉપયોગીતા અને ગ્રામીણોના મંત્રાલયની આ યોજનાઓ હેતુ દૃષ્ટિકોણ અને સારા સુજાવોને લેવામાં આવશે

આ ઉપરાંત રાષ્ટ્રીય ચકાસણીકર્તાઓએ જણાવ્યું છે કે વધુ માં વધુ ગ્રામ્યજનોથી પ્રત્યક્ષ જાણકારી લેવામાં આવશે. આ કાર્ય હેતુ જિલ્લાના ડી.આર.ડી.એના નિયામકશ્રી આર.એમ.પંડ્યા દ્વારા યોજનાઓથી જોડાયેલ જિલ્લાના અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓને પૂર્ણ રૂપ થી ચકાસણીના કાર્યને સફળ બનાવવા માટે નિર્દેશ કરેલ છે. એમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.એમ.પંડ્યા ધ્વારા જણાવાયું છે.

Related posts

લોકસભા ચૂંટણી લડવાનો હાર્દિક પટેલે સંકેત આપ્યો

aapnugujarat

લોકરક્ષકની પરીક્ષા બારકોડેડ ઓએમઆર સીટ દ્વારા યોજાઈ

aapnugujarat

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વોર્ડની રચના, સીમાંકન ફાળવણીના આદેશ જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1