Aapnu Gujarat
ગુજરાત

મામલતદાર કચેરી, નડિયાદ ખાતે ઇ-ધરા કેન્‍દ્રની સુવિધા ઉપલબ્‍ધ કરાઇ

ખેડા જિલ્‍લાના મુખ્‍ય મથક નડિયાદ ખાતે આવેલ જિલ્‍લા કલેક્ટર કચેરીના ભોંયતળીયે નડિયાદ શહેરના નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી ખેડા જિલ્‍લા કલેક્ટરશ્રી ર્ડા.કુલદીપ આર્યના હસ્‍તે અત્‍યાધુનિક ઇ-ધરા કેન્‍દ્રને ખુલ્‍લુ મુકવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્‍લા કલેક્ટરશ્રી ર્ડા.કુલદીપ આર્યએ જણાવ્‍યું હતું કે, નડિયાદ શહેરના નાગરિકોના આ ઇ-ધરા કેન્‍દ્ધ ખાતેથી વારસાઇ, હયાતીમાં હક્ક દાખલ, વેચાર/સર્વે અદલ-બદલ, વસિયત, ભેટ, સહભાગીદાર હક્ક દાખલ, બોજો દાખલ, હક્ક કમી, સગીર પુત્રની વિગતો, બોજો મુક્તિ જેવી અનેક સવલતો એક જ જગ્‍યાએથી ઉપલબ્‍ધ થતા નાગરિકોને ખુબ જ સરળતાથી અને ઝડપી નકલો મળતી થશે જેનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી લલિત પટેલ, નડિયાદ સીટી મામલતદારશ્રી પી.એ.ક્રિસ્‍ટ્રી, સીટી મામતલદાર કચેરીના કર્મીઓ અને અરજદારો ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

રાજ્યમાં કોરોના ટેસ્ટિંગના દરોમાં ઘટાડો

editor

सूखे – गीले कचरे को ‘डोर टू डम्प’ से अलग कर ले जायेंगे 

aapnugujarat

બનાસકાંઠા સર્કિટ હાઉસમાં કૃષિ યુનિ.નાં રોજમદાર કામદારોનાં પ્રશ્ને બેઠક મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1