Aapnu Gujarat
ગુજરાત

GSTની અમલવારીમાં ટેક્ષટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝને નડતી તમામ મુશ્કેલીઓ હલ કરવા કેન્દ્ર સરકાર પ્રતિબધ્ધ : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા

‘વન નેશન-વન ટેક્ષ’ ની દશકાઓ જૂની દેશની લાગણીને ફળીભૂત કરવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રબળ ઇચ્છાશક્તિના કારણે પાર પડયુ છે. આઝાદી પછીનો આ સૌથી મોટો આર્થિક સુધારો છે ત્યારે આટલા મોટા દેશમાં તેનો અમલ કરવો તે ખુબ મોટું પડકારજનક કાર્ય છે. જેમાં આપણે ૧૨૫ કરોડ દેશવાસીઓના સહયોગથી ખૂબ સફળ રહયા છીએ. GST ની અમલવારીને લઇ પડતી મુશ્કેલીઓ અંગે પ્રધાનમંત્રીશ્રી કાર્યાલય અને નાણાં મંત્રાલય સતત દેખરેખ રાખી રહયુ છે તથા કોઇ પણ વેપારીને મુશ્કેલી ન પડે કે કારોબારને પ્રતિકૂળ અસર ન થાય તે માટે GST કાઉન્સીલ દ્વારા અનુભવ અને રજૂઆતના આધારે સતત સુધારા કરવામાં આવી રહેલ છે.

સુરત શહેરમાંથી પણ સુરત ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ના વિવિધ વેપારી સંગઠનો દ્વારા જુદા-જુદા તબકકે રજૂઆત કરવામાં આવેલ હતી. જેનો GST કાઉન્સીલ દ્વારા સઘન અભ્યાસ કરી, વ્યવહારીક અનુભવ જાણીને મોટાભાગની મુશ્કેલીઓ દૂર કરવામાં આવેલ છે.

Related posts

इस वर्ष ३१ लाख टन मूंगफली के उत्पादन का अनुमान

aapnugujarat

અછત સ્થિતિને પહોંચી વળવા આયોજન કરાયું

aapnugujarat

गुजरात में साल २०१७ में कस्टडी के दौरान ५५ मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1