Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા તા.૧૫-૧૦-૨૦૧૭ના રોજ લુણાવાડાના કેન્દ્રો ખાતે યોજાશે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહીસાગર-લુણાવાડાનાશ્રી આર.પી.કટારાને મળેલી સત્તાનીરૂએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ આગામી દિવસોમાં ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથીયાર ધારી) પરીક્ષા તારીખ ૧૫-૧૦-૨૦૧૭ ના રોજ લુણાવાડા  ખાતેના કેન્દ્રો/ બિલ્ડીંગોમાં પરીક્ષા લેવાનાર છે. આ કેન્દ્રોની આસપાસ સવારના ૧૨-૦૦ કલાકથી સાંજના ૧૮-૦૦ કલાક સુધીના સમય ગાળા માટે લુણાવાડામાંઆવેલ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાનું સંચાલન સરળતાપૂર્વક થાય, અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કાર્ય કરી શકે, તથા પરીક્ષાર્થીઓ શાંતિમય અને સૌહાદપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતા પૂર્વક તથા ગેરરીતી કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપી શકે, તે માટે પરીક્ષા કેન્દ્રો ખાતેના સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છેતેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ કલમ-૧૪૪ થી જાહેર નામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામાં જણાવ્યાનુસાર પરીક્ષા કેન્દ્રોની ચર્તુદિશાની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તાર પ્રતિબંધિત કૃત્યોમાં પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઇ બિન અધિકૃત વ્યક્તિએ અવરજવર કરવી નહીં કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઇ પણ પ્રકારે અડચણ કે અવરોધ કરવો કે, કરાવવો તેમજ કોઇપણ ઇસમે કોઇપણ પ્રકારની તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા- કરવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી કે કરાવવા ઉપર પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ –વિક્ષેપ- ધ્યાનભંગ થાય તેવું કોઇ કૃત્ય કરવું –કરાવવા ઉપર પ્રતિબંધ.

પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો,વહીવટી કર્મચારીઓ જાહેર જનતા કે ફરજ પરના તમામ સ્ટાફે પરીક્ષા સબંધી ચોરી કરી શકાય તેવી કોઇ વસ્તું સુવિધા ઇલેકટ્રોનિક આઇટમ જેવી કે, મોબાઇલ ફોન. કેમેરા, લેપટોપ, કોમ્પ્યુટર, કેલ્યુલેટર તથા તેવા બીજા ઉપકરણોના ઉપયોગ કરવા ઉપર તથા પુસ્તકો કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે પરીક્ષાલક્ષી કોઇપણ પ્રકારના સાહિત્યની આપ-લે કરવી કે કરાવવા ઉપર પરીક્ષામાં થતી ગેરરીતી અટકાવવાના હેતું થી સમગ્ર લુણાવાડામાં આવેલા પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ કોપીઅર ફેક્સ મશીન સંચાલકોએ કોપીઅર મશીનનો ઉપયોગ સવારના ૧૨-૦૦ કલાકથી ૧૮-૦૦ કલાકના પરીક્ષા સમય દરમ્યાન સદંતર બંધ રાખવાના રહેશે.

આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ઇન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે એક માસસુધી સાદી કેદ અથાવા બસો રૂપિયા દંડ, હુલ્લડ કે બખેડો તેમ કરાયતો ૬ માસ સુધીની કેદ અને રૂા.૧ હજાર દંડ બન્ને સજાને પાત્ર થશે.

Related posts

ગુજરાત ચૂંટણી : ૭૬ ઉમેદવારનું કોંગ્રેસનું ત્રીજુ લિસ્ટ જાહેર

aapnugujarat

અમદાવાદમાં દલિત દીકરી મનિષાબેનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

editor

નર્મદા જિલ્લામાં ૬૧૮ BLO ના માધ્યમથી જિલ્લાના તમામ મતદારોને ઘેરઘેર વોટર્સ સ્લીપ તેમજ કુટુંબદીઠ મતદાર માર્ગદર્શિકા સંપૂટના વિતરણનો કરાયેલો પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1