Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં ૬૧૮ BLO ના માધ્યમથી જિલ્લાના તમામ મતદારોને ઘેરઘેર વોટર્સ સ્લીપ તેમજ કુટુંબદીઠ મતદાર માર્ગદર્શિકા સંપૂટના વિતરણનો કરાયેલો પ્રારંભ

નર્મદા જિલ્લામાં આગામી તા. ૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી માટે મતદાર યાદીમાં નોંધાયેલા તમામ મતદારો મતદાનમાં ભાગ લેવાની સાથે મહત્તમ મતદાન નોંધાય તે માટે ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા BLO ના માધ્યમથી આજે તા. ૨૮ મી નવેમ્બર, ૨૦૧૭ ના રોજથી જિલ્લામાં મતદાર યાદીમાં નોંધાયેલા ૪,૧૩,૩૮૨ જેટલા મતદારોને ઘેરઘેર ફરીને વોટર સ્લીપ અને મતદાર માર્ગદર્શિકા સંપૂટ વિતરણ કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. જિલ્લાના તમામ મતદારોને આ મતદાર સ્લીપ ઉપરાંત કુટુંબદીઠ માર્ગદર્શિકા સંપૂટ વિતરણ કરાશે.

જિલ્લા ચૂંટણીતંત્રના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.બી. મોડીયા તરફથી આજે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ જિલ્લામાં આજે તા. ૨૮ મી નવેમ્બર, ૨૦૧૭ થી પ્રારંભાયેલી ઉક્ત કામગીરી તા. ૩૦ નવેમ્બર, ૨૦૧૭ સુધી વિતરણ કરીને જિલ્લાના તમામ મતદારો અને કુટુંબોને આવરી લેવાશે અને આ વિતરણની કામગીરી પૂર્ણ કરાશે.

નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભા મતવિસ્તાર માટે વિતરણ માટે ૩૦૯ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તાર માટે ૩૦૯ સહિત જિલ્લામાં કુલ- ૬૧૮ BLO આ કામગીરીમાં જોતરાયાં છે. મતદાર જાગૃત્તિ માટે વોટર્સ સ્લીપ સાથે માર્ગદર્શિકા સંપૂટની પુસ્તિકામાં મતદાનની તારીખ, મતદાનનો સમય, મતદાન મથકનું સ્થળ, મતદારને મતદાન મથક સુધીનો માર્ગ દર્શાવતો ગુગલ મેપ, EVM-VVPAT દ્વારા મતદાન કરવાની કાર્યપધ્ધતિ, મતદાર માટેની મહત્વપૂર્ણ સુચના, મતદાર યાદીમાં નામ શોધવાના વિકલ્પરૂપે વેબસાઇટ, હેલ્પલાઇન, એસએમએસ, મતદાર ઓળખકાર્ડ ન હોય તેવી સ્થિતિમાં વૈકલ્પિક દસ્તાવેજ, મતદાન કેન્દ્રો ઉપર ઉપલબ્ધ સુવિધા તેમજ કોઇપણ ફરિયાદ- સુચન માટે હેલ્પલાઇન નંબર- ૧૮૦૦-૧૧૧-૯૫૦ ઉપર સંપર્ક સાધવા તથા વેબસાઇટ http://eci-citizenservices.nic.in પર લોગઇન કરવા વગેરે જેવી બાબતોનો સમાવેશ ઉક્ત માર્ગદર્શિકા સંપૂટમાં મતદારની જાણકારી અને જાગૃત્તિ માટે કરવામાં આવ્યો છે.

Related posts

છરો બતાવીને લૂંટ કરતી ગેંગનો આરોપી ઝડપાયો

aapnugujarat

Gujarat Govt and shipping ministry grants Surat-Mumbai ferry service operations from Hazira

aapnugujarat

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1